- લોકસભાની ચૂંટણીમાં NCPનું ખરાબ પ્રદર્શન
- NCPને માત્ર એક જ બેઠક મળી છે
- NCP શરદ પવાર જૂથે 7 બેઠક પર વિજય મેળવ્યો છે
લોકસભા ચૂંટણી બાદ કેન્દ્ર સરકારની રચનાના ધમધમાટ વચ્ચે મહારાષ્ટ્રમાં પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અજિત પવાર એનસીપીના ધારાસભ્યો અને પાર્ટીના અન્ય નેતાઓ સાથે બેઠક યોજવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અજિત પવાર જૂથના 10થી 15 ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે ટૂંક સમયમાં કેબિનેટ વિસ્તરણ ઈચ્છે છે. ફડણવીસ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, તેઓ આ પદ પર ચાલુ રહે તેવી શક્યતા છે.
લોકસભાની ચૂંટણીમાં NCPનું ખરાબ પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં એનસીપીનું પ્રદર્શન સારું રહ્યું નથી. મહારાષ્ટ્રના રાજકારણમાં ઈલેક્શન બાદ મોટી ઉથલ પાથલની શક્યતા છે. અહીં અજીત પવાર સાથે ગયેલા ધારાસભ્યો પલટો મારી શકે છે. ચૂંટણીમાં NCPને માત્ર એક જ બેઠક મળી છે તો સાથે જ NCP શરદ પવાર જૂથે 7 બેઠક પર વિજય મેળવ્યો છે. હાલમાં બદલાયેલા સમીકરણો અનુસાર અજીત પવારની મુશ્કેલીઓ વધી છે. શરદ પવાર પોતાના પક્ષની અટકળોને લઈને ચર્ચામાં છે. શરદ પવારના 10માંથી 8 ઉમેદવારો જીતી ચૂક્યા છે. વિધાનસભાની ચૂંટણીને આવવાની તૈયારીઓ છે ત્યારે આ ઉથલ પાથલ મોટી સાબિત થઈ શકે છે.









