• મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખનો દાવો
  • કહ્યું બીજેપીના કેટલાક MLA અમારા જૂથમાં જોડાવા ઇચ્છે છે
  • 2 પૂર્વ કાઉન્સિલરોના રાજીનામાનો કર્યો ઉલ્લેખ

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. પ્રદેશના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે ગુરુવારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે બીજેપીના કેટલાક ધારાસભ્યો શરદ પવાર જૂથની પાર્ટી એસપીમાં શામેલ થવાની ઇચ્છા રાખે છે. તેની પાછળનું કારણ પણ જણાવ્યુ છે.

અનિલ દેશમુખે કર્યો દાવો
પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે દાવો કર્યો છે તે બીજેપીના કેટલાક ધારાસભ્યો એસપીમાં સામેલ થવા ઇચ્છે છે. અજિત પવારના નેતૃત્વ વાળી એનસીપીની પિંપરી-ચિંચવાડના પ્રમુખ અજીત ગવ્હાને અને 2 પૂર્વ કાઉન્સિલરોના રાજીનામાનો ઉલ્લેખ કર્યો છે. ગવ્હાનેએ બુધવારે કહ્યું હતું કે તેઓ શરદ પવારના આશીર્વાદ લેશે.

આપ્યું આ કારણ
મળતી માહિતી અનુસાર અનિલ દેશમુખે દાવો કર્યો હતો કે ભાજપના કેટલાક ધારાસભ્યો પણ તેમની પાર્ટીમાં જોડાવા માંગે છે કારણ કે તેઓ સરકારમાં પ્રતિનિધિત્વ ન મળવાથી નિરાશ છે. તેમણે એમ પણ કહ્યું કે એનસીપી (અજિત પવારના નેતૃત્વમાં) ધારાસભ્યો પણ પરત ફરશે. જોકે, NCP (SP)માં કોને લેવામાં આવશે તે શરદ પવાર નક્કી કરશે.

શું અજિત પવાર શરદ જૂથની NCPમાં જોડાશે ?
જ્યારે પૂછવામાં આવ્યું કે શું અજિત પવાર પણ શરદ જૂથની NCPમાં જોડાશે, ત્યારે દેશમુખે કહ્યું કે તેઓ પોતાની પાર્ટી બનાવી રહ્યા છે, તેમને તેનો વિસ્તાર કરવા દો. શરદ પવારે બુધવારે કહ્યું હતું કે તેમની પાર્ટીમાં કોઈપણ નેતાના સંભવિત પ્રવેશ અંગેનો નિર્ણય સામૂહિક રીતે લેવામાં આવશે. જો અજિત પવાર પાછા ફરવા માંગતા હોય તો તેનો સમાવેશ કરવામાં આવશે કે કેમ તેની પુષ્ટિ કરવાનો તેમણે ઇનકાર કર્યો હતો.

  • Follow us on: