- IAS પૂજા ખેડકરનો ફેક ડિગ્રી વિવાદનો મામલો
- માતાએ હાથમાં બંદૂક રાખીને ખેડૂતને ધમકી આપી હોવાનો મામલો
- ખેડૂતને ધમકી આપવા મામલે પોલીસે નોંધી FIR
મહારાષ્ટ્રની ટ્રેની આઇએએસ પૂજા ખેડકર ચર્ચામાં છે. તેણે ફેક દસ્તાવેજોને આધારે નિયુક્તિ હોવાનો તેની પર આરોપ છે. તેવામાં તેના માતા પિતાની પણ મુશ્કેલી વધી છે. પૂજાની માતા મનોરમા ખેડકરની પોલીસે અટકાયત કરી છે. તેની પર એક ખેડૂતને ધમકી આપી હોવાનો આરોપ છે.
પૂજાની માતા વિરુદ્ધ એફઆઇઆર
પોલીસે પૂજાની માતા મનોરમા ખેડકર વિરુદ્ધ જમીન વિવાદને લઈને કેટલાક લોકોને બંદૂક બતાવીને ધમકી આપવા બદલ આ કાર્યવાહી કરી છે. પુણે પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે તેણીની મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તે એક હોટલમાં રોકાઈ હતી. હાલ તેને પુણે લાવવામાં આવી રહી છે.
શું છે મામલો ?
મહત્વનું છે કે વિવાદાસ્પદ અધિકારી પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકરનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં મનોરમા જમીનના વિવાદને લઈને હાથમાં બંદૂક લઈને કેટલાક લોકોને ધમકાવી રહી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે મનોરમા અને તેના પતિ દિલીપ ખેડકર સહિત સાત લોકો વિરુદ્ધ FIR નોંધી હતી.
ટૂંક સમયમાં ધરપકડ કરાશે
પુણે ગ્રામીણ એસપી પંકજ દેશમુખે કહ્યું કે ઔપચારિકતા પૂરી થયા બાદ તેની ધરપકડ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં મનોરમા, તેના પતિ અને અન્ય પાંચ આરોપીઓને શોધવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે.
પૂજાની ટ્રેનિંગ કરાઇ છે સ્થગિત
પૂજાનો ઉત્તરાખંડના મસૂરીમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એડમિનિસ્ટ્રેશન એકેડમીએ ટ્રેનિંગ પ્રોગ્રામ રદ કરી દીધો છે. આ સાથે જ એકેડમીએએ તાત્કાલિક પરત બોલાવવા માટેનો લેટર પર લખ્યો છે. આ ઉપારંત એકેડમીએ મહારાષ્ટ્ર સરકારને આ મામલે પત્ર લખીને જાણ પણ કરી છે.
ટ્રેનિંગ પ્રોગ્રામમાંથી બોલાવી પાછી
પૂજા ખેડકરને અપાયેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે બહુ જરૂરી કાર્યવાહી માટે તમને તાત્કાલિક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી તમારા જિલ્લા તાલીમ કાર્યક્રમને હાલ સ્થગિત કરવામાં આવે છે. તમને મહારાષ્ટ્ર રાજ્ય સરકારના જિલ્લા પ્રશિક્ષણ કાર્યક્રમમાંથી હાલ રાહત આપવામાં આવી છે. એકેડેમીનો પત્ર આની સાથે જોડાયેલો છે. સાથે જ જણાવ્યું કે 23 જુલાઇ 2024 સુધીમાં વહેલામાં વહેલી તકે એકેડમીમાં જોડાઇ જવું.
શું છે આરોપ ?
મહત્વનું છે કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા લાલ બહાદુર ક્લાસિકલ એડમિનિસ્ટ્રેટિવ એકેડમી દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પ્રોબેશનરી IS ઓફિસર પૂજા ખેડકર ખાનગી કાર પર લાલ બત્તી લગાવવા અને અલગ કેબિનનો આગ્રહ કરવા બાબતે ચર્ચામાં છે. શારીરિક વિકલાંગતા અને ઓબીસી પ્રમાણ પત્રના મુદ્દે પીએમ કાર્યાલય અને મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રીય પ્રશાસનિક અકેડમીએ પૂજા ખેડકરની તપાસ શરૂ કરી હતી.