મહારાષ્ટ્રમાં સિંધુદુર્ગ જિલ્લામાં સ્થાપિત શિવાજી મહારાજની પ્રતિમા ધ્વસ્ત થઇ હતી. જે બાદ મહારાષ્ટ્ર સરકાર દ્વારા નવી પ્રતિમા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જે માટે પ્રદેશ સરકારે ફંડને સ્વીકૃતિ આપી દીધી છે. આ પ્રતિમા 35 ફૂટ ઊંચી હતી જે થોડા સમય પહેલા જ પડી ગઇ હતી. ત્યારે આવો જાણીએ નવી પ્રતિમા કેવી બનશે અને કેટલો ખર્ચ કરાશે.
20 કરોડના ખર્ચે બનશે નવી પ્રતિમા
મહારાષ્ટ્ર સરકારના PWD વિભાગે પણ પ્રતિમાના નિર્માણ માટે ટેન્ડર બહાર પાડ્યું છે. સિંધુદુર્ગમાં સ્થાપિત થનારી છત્રપતિ શિવાજી મહારાજની આ પ્રતિમા અગાઉની પ્રતિમા કરતા ભવ્ય અને મોટી હશે. શિવાજી મહારાજની નવી પ્રતિમા 20 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.
રાજ્ય સરકારે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું નિર્માણ પૂર્ણ કરવા માટે છ મહિનાની સમય મર્યાદા નક્કી કરી છે. મહારાષ્ટ્ર સરકારે ત્યાં નવી 60 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આ પ્રતિમા અગાઉની પ્રતિમા કરતા વધારે મોટી હશે.
ટેન્ડર બહાર પડાયુ
મહારાષ્ટ્ર સરકારે આ જગ્યા પર નવી 60 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. જે અગાઉની પ્રતિમા કરતાં લગભગ બમણી છે. પ્રતિમાના નિર્માણ માટે 500 પાના આધારિત ટેન્ડર દસ્તાવેજો બહાર પાડવામાં આવ્યા છે. શિવાજી મહારાજની પ્રતિમાના પતનમાંથી બોધપાઠ લઈને નવી પ્રતિમાના નિર્માણ માટે વિશેષ માહિતી શેર કરવામાં આવી હતી, જેથી આ વખતે કોઈ ગડબડ થવાની સંભાવના નથી.
જાળવણીની જવાબદારી કોન્ટ્રાક્ટરની
મહારાષ્ટ્ર સરકારના PWD વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની ડિઝાઇન, એન્જિનિયરિંગ, ઇન્સ્ટોલેશન અને જાળવણી સહિત ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મૂર્તિને લઇને ગેરંટીનો પણ ટેન્ડરમાં ઉલ્લેખ કરાયો છે. આગામી 10 વર્ષ સુધી પ્રતિમાની જાળવણી અને સમારકામની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે તેમ જણાવ્યું.