મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનની જીત થઇ છે. ત્યારે હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇને જોરશોરથી ચર્ચાઓ થઇ રહી છે. આજે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે રાજીનામુ આપી દીધુ છે. ત્યારે થોડા જ સમયમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થઇ શકે છે. જો કે રાજકીય વર્તુળોનું માનીએ તો મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ લગભગ નક્કી છે. બપોર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુંબઈ જઇ શકે છે. ત્યારે આ મામલે એકનાથ શિંદેજૂથનું શું કહેવું છે.
શિંદે જૂથનું મોટું નિવેદન
CMના નામને લઈને જે સસ્પેન્સ છે તે અંગે શિંદે જૂથનું મોટું નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રીના નામને લઈ કોઈ નારાજગી નથી શિવસેનાએ જણાવ્યું છે. શિંદેજૂથના દીપક કેસકરે કહ્યું કે મોદી - શાહ નક્કી કરે તે શિંદેને માન્ય છે. શિવસેના - શિંદે જૂથના નેતાઓએ PMને મળવા સમય માગ્યો છે. તો આ સાથે શિવસેનાના નેતા દીપક કેસકરનો મોટો દાવો નવી સરકાર ન બને ત્યા સુધી શિંદે કાર્યવાહક CM રહેશે.
કોને મળશે સ્થાન ?
તો સાથે જ એવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે કે ભાજપમાંથી 24 ધારાસભ્ય મંત્રી બની શકે છે. શિંદે જૂથમાંથી 16 ધારાસભ્ય મંત્રી બની શકે છે. જ્યારે NCP અજિત પવારમાંથી 10 ચહેરાને સ્થાન મળી શકે છે. એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. રાજ્યપાલ સી.પી.રાધાકૃષ્ણનને રાજીનામું સોંપ્યું છે.









