મહારાષ્ટ્રના પરભણીમાં બુધવારે હિંસા ફાટી નીકળી હતી. પથ્થરમારો અને આગચંપીની ઘટના બાદ આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત પરભણીમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. બંધને ધ્યાનમાં રાખીને દરેક જગ્યાએ મોટા પાયે પોલીસ તૈનાત કરવામાં આવી છે. પરંતુ આ દરમિયાન આંબેડકરની પ્રતિમાની સામે બંધારણના પ્રતીકાત્મક પુસ્તકને ફાડવાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સૂત્રોચ્ચાર કરીને તેમજ ટાયર સળગાવીને પરભણી નાંદેડ હાઈવે બ્લોક કરી દીધો હતો. દેખાવકારોએ પથ્થરમારો કર્યો હતો અને આગ ચાંપી હતી. આ હિંસામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. 


પરભણીમાં કલમ 163 લાગુ

મહત્વનું છે કે બંધારણની રેપ્લિકા તોડવાનો મામલો મંગળવારે પ્રકાશમાં આવ્યો હતો. જે બાદ વિરોધ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન પથ્થરમારાની ઘટના પણ સામે આવી હતી. બાબા સાહેબની પ્રતિમા સાથે છેડછાડની આ ઘટના બાદ સ્થાનિક નેતાઓએ પણ તેનો વિરોધ કર્યો હતો અને પ્રતિકૃતિ તોડવાની નિંદા કરી હતી. પરભણીમાં કલમ 163 લાગુ કરવામાં આવી છે. લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. આ દરમિયાન આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ મામલે વંચિત બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકરે કહ્યું હતું કે, પરભણીમાં જાતિવાદી મરાઠા બદમાશો દ્વારા બાબા સાહેબની પ્રતિમા પર ભારતીય બંધારણનો છેડછાડ કરવી એ ખૂબ જ શરમજનક છે. આ પહેલીવાર નથી કે બાબાસાહેબની પ્રતિમા અથવા દલિત ઓળખના પ્રતિક પર આવી તોડફોડ કરવામાં આવી હોય. વધુમાં જણાવ્યું કે હું દરેકને કાયદો અને વ્યવસ્થા જાળવવા વિનંતી કરું છું. જો આગામી 24 કલાકમાં તમામ બદમાશોની ધરપકડ કરવામાં નહીં આવે, તો તેના પરિણામો ભોગવવા પડશે.


કડક કાર્યવાહી થવી જોઇએ- સુપ્રિયા સુલે

પરભણી હિંસા પર એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે, જે રીતે પરભણી શહેરમાં ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એક વ્યક્તિએ બંધારણની પ્રતિકૃતિને નુકસાન પહોંચાડ્યું તે શરમજનક છે. આવું કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી થવી જોઈએ." જેઓ બંધારણની અવગણના કરે છે તેમણે કહેવું જ જોઇએ કે તેના સમાનતાના સિદ્ધાંતો અમાન્ય છે."


  • Follow us on: