મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તેવામાં રાજકીય પાર્ટીઓમાં ચર્ચા તેજ છે કે જો મહાયુતિ જીતે તો કોણ બનશે પ્રમુખ. આ અંગે સીએમ એકનાથ શિંદેનું મોટુ નિવેદન સામે આવ્યું છે. મહાયુતિના સહયોગી શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ કહ્યું કે આ ગઠબંધનમાં બધા સમાન છે, કોઈ પહેલું કે બીજું નથી આવતું. હાલ માત્ર મહાયુતિને જીત અપાવવાનો હેતુ છે.

મહાયુતિ જીતશે તો સીએમ કોણ  ? 
સમાચાર એજન્સી ANI દ્વારા એકનાથ શિંદેને પૂછવામાં આવ્યું હતું કે જો મહાયુતિ જીતશે તો શું તેમને ફરીથી પ્રમુખ બનાવવામાં આવશે? આના પર સીએમ શિંદેએ કહ્યું, "અત્યારે હું આ ટીમનો લીડર છું અને અમારી ટીમ કામ કરી રહી છે. અમારી પાસે કોઈ ફર્સ્ટ, સેકન્ડ કે ત્રીજું ફોર્મ્યુલા નથી. અમે એક ટીમ તરીકે કામ કરી રહ્યા છીએ, જેમાં બધા સમાન છે. તમે વિપક્ષને જુઓ, ત્યાં મને સીએમનો ચહેરો બનાવો તેવી ચર્ચા ચાલી રહી છે. પણ મહારાષ્ટ્રને એવા લોકો જોઇએ કે જેઓ વિચારે કે જનતાને શું જોઇએ.

'મહાયુતિમાં કોઈ ભેદભાવ નથી'
એકનાથ શિંદેએ વધુમાં કહ્યું કે તમે ડેપ્યુટી સીએમને પૂછી લો. અમે ક્યારેય કોઈ તફાવત રાખ્યો નથી. એકબીજા માટે ઘણું સન્માન છે. પદ ક્યારેય કાયમી હોતું નથી, તેનાથી કંઈ જ મળતું નથી. એકબીજા પ્રત્યે આદર હોવો મોટી વાત છે. લોકો કહે છે કે લોકપ્રિયતા મામલે એકનાથ શિંદે નંબર વન છે. આ કામ જનતા કરે છે. આપણે કોણ હોઇએ છીએ પોતાને નંબર આપવા વાળા. એટલે અમારી વચ્ચે કોઇ પ્રતિયોગિતા નથી. અમારો એક જ ઉદ્દેશ્ય છે કે આગામી પાંચ વર્ષ એટલુ કામ કરીએ કે લોકો યાદ રાખે.

અમારી પાસે સૌથી વધુ બેઠકો અને મત ટકાવારી
ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ભાજપ એકલા હાથે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી જીતી શકે નહીં, પરંતુ એ વાત સાચી છે કે અમારી પાસે સૌથી વધુ બેઠકો અને સૌથી વધુ વોટ ટકાવારી છે. ચૂંટણી બાદ ભાજપ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે. ત્રણેય પક્ષોના મતોનું એકીકરણ જ આપણને વિજયી બનાવી શકે છે. ભાજપે રાજ્ય વિધાનસભાની 288માંથી 121 બેઠકો માટે અત્યાર સુધીમાં ઉમેદવારોની જાહેરાત કરી છે.

  • Follow us on: