- અનામત પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
- SC/ST ક્વોટામાં જાતિ આધારિત ભાગીદારી શક્યઃ SC
- ક્વોટામાં ક્વોટા સમાનતાની વિરુદ્ધ નથીઃ SC
અનામત પર સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રિમ કોર્ટનું કહેવુ છે કે SC/ST ક્વોટામાં જાતિ આધારિત ભાગીદારી શક્ય છે. ક્વોટામાં ક્વોટા સમાનતાની વિરુદ્ધ નથી. સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું કે જાતિઓને અલગથી હિસ્સો આપી શકાય છે. સુપ્રિમ કોર્ટે વધુમાં એમ પણ જણાવ્યું કે અનુસૂચિત જાતિમાં સબકેટેગરી સંભવ છે. જનજાતિમાં પણ સબ કેટેગરી સંભવ છે. 7 જજની સંવિધાન પીઠે આ ચુકાદો સંભળાવ્યો છે.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે એસસી-એસટી કેટેગરીમાં પેટા-વર્ગીકરણ (ક્વોટાની અંદર ક્વોટા) ની માન્યતા પર પોતાનો ચુકાદો આપ્યો. કોર્ટે રાજ્યોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પેટા-વર્ગીકરણ કરવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટના સાત જજોની બંધારણીય બેન્ચે આ ચુકાદો આપ્યો છે. CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની સાત ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે નિર્ણય કર્યો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ શ્રેણીઓ માટે પેટા-વર્ગીકરણ કરી શકાય છે.
https://twitter.com/ANI/status/1818877464833409459
6 લોકોએ આપી સર્વ સંમતિ
સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ ઉપરાંત, સાત જજોની બંધારણીય બેંચ દ્વારા ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. જેમાં જસ્ટિસ બીઆર ગવઈ, વિક્રમ નાથ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ પંકજ મિથલ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માનો સમાવેશ થાય છે. CJIએ કહ્યું કે 6 અભિપ્રાયો સર્વસંમત છે, જ્યારે જસ્ટિસ બેલા એમ ત્રિવેદીએ અસંમતિ વ્યક્ત કરી છે.
શું કહ્યું CJIએ ?
CJI DY ચંદ્રચુડે પોતાના નિર્ણયમાં ઐતિહાસિક પુરાવા ટાંક્યા છે. તેમણે કહ્યું કે અનુસૂચિત જાતિ એક સમાન વર્ગ નથી. પેટા-વર્ગીકરણ બંધારણની કલમ 14 હેઠળ સમાવિષ્ટ સમાનતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરતું નથી. ઉપરાંત, પેટા-વર્ગીકરણ બંધારણની કલમ 341(2)નું ઉલ્લંઘન કરતું નથી. કલમ 15 અને 16માં એવું કંઈ નથી કે જે રાજ્યને કોઈપણ જાતિને પેટા-વર્ગીકરણ કરતા અટકાવે.