- EDની ટીમે પંજાબના ચંડીગઢમાં 15 જગ્યાએ પાડ્યા દરોડા
- IAS ઓફિસર, પ્રોપર્ટી ડીલર્સ અને ઘણા ખેડૂતો સામે કાર્યવાહી
- મોહાલીમાં જામફળના વાવેતર કૌભાંડને લઈને તપાસ હાથ ધરી
EDની ટીમ પંજાબના ચંડીગઢ અને મોહાલીમાં 15 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે, જેમાં ઘણા IAS ઓફિસર, પ્રોપર્ટી ડીલર્સ અને ઘણા ખેડૂતો સામેલ છે. મોહાલીમાં જામફળના વાવેતર કૌભાંડને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પંજાબ વિજિલન્સ સમગ્ર મામલે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
ચંડીગઢમાં 15 જગ્યાએ પાડ્યા દરોડા
એરપોર્ટ રોડ પર એરોટ્રોપોલિસ પ્રોજેક્ટ માટે ગ્રેટર મોહાલી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા જમીન સંપાદન સાથે સંબંધિત છે. GMADA દ્વારા સંપાદિત કરવામાં આવેલી જમીનનું વળતર લેન્ડ પૂલિંગ પોલિસી હેઠળ આપવામાં આવ્યું હતું. તે જમીનમાં વાવેલા જામફળના વૃક્ષની કિંમત જમીનથી અલગ આપવામાં આવી હતી. ફળવૃક્ષોના ભાવ બાગાયત વિભાગ દ્વારા નક્કી કરવામાં આવે છે. ત્યાર બાદ જમીન સંપાદન કલેકટરે ફળદ્રુપ વૃક્ષોની સર્વેક્ષણ યાદી બાગાયત નિયામકને મોકલી અને તૈયાર કરાયેલા વૃક્ષોના મૂલ્યાંકનનો અહેવાલ મેળવ્યો હતો. ED દ્વારા જે અધિકારીના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે તે પંજાબના એક્સાઇઝ કમિશનર વરુણ રુજમ છે. એવી પણ ચર્ચા છે કે આ દરોડા દારૂના કૌભાંડ સાથે સંબંધિત હોઈ શકે છે.
તાજેતરમાં જ પંજાબ BJP અધ્યક્ષ સુનીલ જાખરે ચૂંટણી પંચને પંજાબ એક્સાઇઝ પોલિસીની ઇડી દ્વારા તપાસ કરાવવાની વિનંતી કરી હતી. EDની ટીમે IAS વરુણ રૂજમના ઘરની બહારથી ફાટેલા દસ્તાવેજો જપ્ત કર્યા છે. EDની ટીમ પટિયાલા પહોંચીને જામફળ કેસમાં EDએ પટિયાલાના શ્રી નિવાસ કોલોનીમાં રહેતા IAS અધિકારી રાજેશ ધીમાન અને CA અનિલ અરોરાના ઘરે દરોડા પાડ્યા છે.
શું છે મામલો?
વર્ષ 2016માં પંજાબના મોહાલીમાં જામફળના બગીચા લગાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું. પંજાબના વર્તમાન એક્સાઇઝ કમિશનર વરુણ રુજમની પત્ની સુમન પણ આ કેસમાં આરોપી છે. આ સિવાય પંજાબના અન્ય એક IAS ઓફિસરની પત્ની જાસ્મીન પણ આરોપી છે. પંજાબના રાજેશ ધીમાન પણ આ કેસમાં આરોપી છે. જામફળના બગીચાઓની જમીન માટે ખોટું વળતર લેવાના મામલામાં આજે ED પંજાબમાં ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. આ જ કેસમાં ચંદીગઢના સેક્ટર 20માં વરુણ રુજમના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. પંજાબના ફિરોઝપુર અને મોહાલીમાં પણ EDના દરોડા ચાલુ છે. કુલ 1600 એકરથી વધુ જમીન સંપાદિત કરવામાં આવી છે. આરોપ છે કે આરોપીઓએ પ્રોપર્ટી ડીલર સાથે મળીને જમીન ખરીદી હતી અને પછી વધુ વળતર મેળવવા માટે ફળોના ઝાડનો બાગ લગાવ્યો હતો. આરોપ છે કે વળતર મેળવવાની ઉતાવળમાં જામફળના વિશાળ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. કુલ રૂ. 137 કરોડનું વળતર લેવામાં આવ્યું હતું.