મણિપુરમાં ગત વર્ષે મે મહિનામાં ભડકેલી હિંસા હજુ પણ શમવાનું નામ નથી લેતી. તાજેતરમાં રાજ્ય સરકારના ઘણા મંત્રીઓ અને ધારાસભ્યોના ઘર સળગાવી દેવાયા હતા, જેના કારણે સૌ ભયભીત છે.


એવામાં મણિપુર સરકારના ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી એલ. સુસિન્દ્રો મૈતીએ પૂર્વ ઇમ્ફાલ જિલ્લામાં તેમના પૈતૃક ઘરને ટોળાંના હુમલાથી બચાવવા ઘરની ચારેય તરફ કાંટાળા તારની વાડ અને લોખંડની જાળી લગાવી દીધી છે. આ ઉપરાંત સુરક્ષા દળો માટે હંગામી બંકર પણ બનાવાયા છે. સુસિન્દ્રો મૈતીના ખુરઇ સ્થિત પૈતૃક ઘર પર ગત 16 નવેમ્બરે ટોળાંએ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે છેલ્લા દોઢ વર્ષમાં તેમના ઘર પર કુલ ત્રણ વખત હુમલો થઈ ચૂક્યો છે. ઘરની સુરક્ષા માટે કાંટાળા તારની વાડ અને લોખંડની જાળી લગાવવી જરૂરી હતી. 16 નવેમ્બરે હિંસક ટોળું આગચંપી અને લૂંટફાટના ઇરાદે ડ્રિલ મશીન અને હથોડા લઈને આવ્યું હતું. 16 નવેમ્બરે ટોળાં દ્વારા ઘણા ધારાસભ્યોના ઘર પર હુમલા અને તોડફોડની ઘટનાને યાદ કરતા સુસિન્દ્રોએ જણાવ્યું કે, હું તે દિવસે સાંજે લગભગ 6.30 વાગ્યે સૂર્યાસ્ત પછી અંદાજે ત્રણ હજાર લોકોના ટોળાંએ મારા ઘરમાં ઘૂસવા પ્રયાસ સાથે ગોળીબાર કર્યો. જવાનોએ ટોળાંને વિખેરવા માટે હવામાં ગોળીબાર કર્યો હતો. તોફાનીઓ હુમલો કરે તેવા સંજોગોમાં જાનમાલની રક્ષા કરવી એ બંધારણીય અને કાનૂની અધિકાર છે.


  • Follow us on: