- મનીષ સિસોદિયાની ધરપકડ બાદ CBI ઓફિસ બહાર જડબેસલાક સુરક્ષા
- ભગત સિંહ જેવા વ્યક્તિત્વના નામનો ઉપયોગ કરશો નહીં : મીનાક્ષી લેખી
- AAPનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું, 'મને કહેવામાં આવ્યું છે કે મોટા ભાગના CBI અધિકારીઓ મનીષની ધરપકડની વિરુદ્ધ હતા. તેઓ બધા તેમને ખૂબ માન આપે છે અને તેમની વિરુદ્ધ કોઈ પુરાવા નથી. પરંતુ તેમની ધરપકડ કરવા માટેનું રાજકીય દબાણ એટલું મોટું હતું કે તેમણે તેમના રાજકીય આકાઓની આજ્ઞા માનવી પડી હતી.
મનીષ સિસોદિયાની ધરપકડ બાદ CBI ઓફિસ બહાર જડબેસલાક સુરક્ષા, 4 લેયરમાં સુરક્ષા જવાનો તૈનાત
મનીષ સિસોદિયાની ધરપકડ બાદ સીબીઆઈ હેડ ઓફિસની બહાર જ નહીં પરંતુ તેની આસપાસ પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે. આજે મનીષ સિસોદિયાને બપોરે 2.00 વાગ્યા પછી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સિસોદિયાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.
ભગત સિંહ જેવા વ્યક્તિત્વના નામનો ઉપયોગ કરશો નહીં : મીનાક્ષી લેખી
બીજેપી સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું કે આપના પાપ સામે આવ્યા છે. પાપ છુપાવવા માટે ભગત સિંહ જેવા વ્યક્તિત્વના નામનો ઉપયોગ ન કરો. ધર્મની ચિંતા કરનારાઓએ અધર્મનો નાશ કરવાનો માર્ગ અપનાવવો પડશે.