- એક્સાઈઝ પોલિસી મામલે રાઉજ એવન્યુ કોર્ટે જામીન ન આપ્યા
- કોર્ટે સિસોદિયાને 23 મે સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા
- પૂર્વ મુખ્યમંત્રી ગત 23 ફેબ્રુઆરીથી તિહાર જેલમાં બંધ છે
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને એક્સાઇઝ પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટમાંથી ફરી એક ઝટકો લાગ્યો છે. તેની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 23 મે સુધી વધારી દીધી છે.
સિસોદિયા 23 ફેબ્રુઆરીથી જેલમાં છે
15 દિવસની ન્યાયિક કસ્ટડી વધારવાની સાથે, રાઉઝ એવન્યુ કોર્ટે EDને સિસોદિયાને ચાર્જશીટની ઈ-કોપી આપવા કહ્યું છે. જ્યુડિશિયલ કસ્ટડી પૂરી થતાં આજે મનીષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઇડી દારૂ કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગ એંગલની પણ તપાસ કરી રહી છે. સૌથી પહેલા CBIએ સિસોદિયાની ધરપકડ કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી ગત 23 ફેબ્રુઆરીથી તિહાર જેલમાં બંધ છે.
કોઈ કામ અટકશે નહીં
કોર્ટ પરિસરમાં મીડિયા સાથે વાત કરતાં મનીષ સિસોદિયાએ કહ્યું કે, ભાજપ વાળા ભલે ગમે તેટલા પ્રયત્નો કરી લે, પણ કોઈ કામ અટકશે નહીં. અમે પટપરગંજમાં કામ કરવાનું ચાલુ રાખીશું. મનીષ સિસોદિયા પટપરગંજના ધારાસભ્ય છે.









