- PM મોદીએ મન કી બાતમાં કહી એક વાત
- મન કી બાત કાર્યક્રમ 3 મહિના નહી થાય પ્રસારિત
- પીએમ મોદીએ જણાવ્યુ 111મો એપિસોડ હવે 3 મહિના પછી
PM મોદીએ આજે 'મન કી બાત'ના 110મા એપિસોડમાં લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે મહિલા સશક્તિકરણ અને કુદરતી ખેતી સહિત અનેક મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે 'મન કી બાત' એપિસોડ આગામી ત્રણ મહિના સુધી ટેલિકાસ્ટ કરવામાં આવશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો પ્રસારણ મન કી બાતનો 110મો એપિસોડ રવિવારે સવારે 11 વાગ્યે પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે વર્ષનો તેમનો બીજો કાર્યક્રમ હતો.
'મન કી બાત' આગામી ત્રણ મહિના સુધી પ્રસારિત થશે નહીં
પીએમ મોદીએ કહ્યું કે તેઓ આગામી ત્રણ મહિના સુધી 'મન કી બાત' કાર્યક્રમ કરી શકશે નહીં. તેમણે કહ્યું, "મન કી બાત સામૂહિક શક્તિ અને સિદ્ધિની વાત કરે છે. એક રીતે, તે લોકોનો, લોકો માટે, લોકો દ્વારા તૈયાર કરવામાં આવેલ કાર્યક્રમ છે. હવે, 'મન કી બાત' આગામી ત્રણ મહિના સુધી પ્રસારિત કરવામાં આવશે.
હવે આવશે 111મો એપિસોડ
પીએમ મોદીએ કહ્યું કે દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે અને ગયા વખતની જેમ માર્ચમાં આચારસંહિતા લાગુ થવાની સંભાવના છે. 3 મહિના પછી તે 'મન કી બાત'નો 111મો એપિસોડ હશે. જો આગામી વખતે 'મન કી બાત' શુભ નંબર 111 થી શરૂ થાય તે સારુ રહેશે.
પ્રસારણ 2014 માં શરૂ થયું
મહત્વનું છે કે આ કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે. 3 ઓક્ટોબર, 2014 ના રોજ શરૂ કરાયેલ, 'મન કી બાત'નો હેતુ ભારતીય સમાજના વિવિધ વર્ગો સાથે જોડવાનો છે, જેમાં મહિલાઓ, વડીલો અને યુવાનોનો સમાવેશ થાય છે.
આટલી ભાષામાં પ્રસારિત થાય છે મન કી બાત
આ પ્લેટફોર્મ દ્વારા પીએમ મોદી સરકારની પહેલો, નીતિઓ અને કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી પ્રસારિત કરે છે. 'મન કી બાત' 22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓ ઉપરાંત 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત થાય છે, જેમાં ફ્રેન્ચ, ચાઈનીઝ, ઈન્ડોનેશિયન, તિબેટીયન, બર્મીઝ, બલોચી, અરબી, પશ્તુ, ફારસી, દારી અને સ્વાહિલીનો સમાવેશ થાય છે. મન કી બાત ઓલ ઈન્ડિયા રેડિયોના 500 થી વધુ બ્રોડકાસ્ટિંગ સ્ટેશનો દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી.









