• વિનેશ ફોગાટ ડિસ્કવોલિફાય અંગે રમત-ગમત મંત્રીનું સંસદમાં નિવેદન
  • વિનેશ માટે વિખ્યાત કોચ આપવામાં આવ્યા: માંડવિયા
  • પેરિસ ઓલિમ્પિક માટે 70.45 લાખ રૂપિયા આપ્યાનું મંત્રીનું નિવેદન


લોકસભામાં દેશના કેન્દ્રીય રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું હતું. તેમને જણાવ્યું વિનેશને તમામ પ્રકારની મદદ કરવામાં આવશે. રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે પીટી ઉષા હાલમાં પેરિસમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે વાત કરી છે. રેસલિંગ એસોસિએશન આ મામલાની નોંધ લઈ રહ્યું છે.

[[$googlead]]


[[$alsoread]]

આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. તેણે કહ્યું કે ગઈકાલે વિનેશ ફોગાટે એક જ દિવસમાં ત્રણ મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ કમનસીબે ફાઈનલ પહેલા તેનું વજન વધારે (50 કિગ્રા વજન વર્ગ) હોવાનું જાણવા મળ્યું હતું. રમતના કડક નિયમોને કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો.

ખેલ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે વિનેશને શક્ય તમામ મદદ આપવામાં આવી હતી. તેમને તાલીમ માટે આર્થિક સહાય પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત તેમના સ્ટાફને પણ તમામ પ્રકારની મદદ કરવામાં આવી હતી. તેની પાસે એક અલગ ફિઝિયોથેરાપિસ્ટ પણ હતો.

પેરિસ ઓલિમ્પિક માટે  70.45 લાખ રૂપિયાની મદદ અપાઈ

આજે સંસદમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વિનેશ ફોગાટને તમામ પ્રકારની સુવિધા અપાઈ અને દરેક પ્રકારની ટ્રેનિંગ અપાઈ હોવાનું નિવેદન આપ્યું હતું. તેમને વધુમાં જણાવ્યું કે, વિનેશને પેરિસ ઓલિમ્પિક માટે 70.45 લાખ રૂપિયાની મદદ પુરી પાડવામાં આવી હોવાનો ખુલાસો કર્યો હતો. જો કે, સંસદમાં ખેલમંત્રીના નિવેદનમાં વિપક્ષે વોક આઉટ કર્યું હતું. 

 

  • Follow us on: