• યુપીના બદાયુ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત
  • સ્કૂલ બસ- વાન વચ્ચે જોરદાર ટક્કર
  • 4 બાળકો સહિત 5ના મોત, 15 બાળકો ઘાયલ

ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લાના માયુન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં એક સ્કૂલ બસ ડ્રાઈવર અને ચાર બાળકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 15થી વધુ બાળકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘણા બાળકોની હાલત નાજુક છે. મૃત્યુઆંક વધી શકે છે. પ્રાથમિક માહિતી અનુસાર, બાળકોને લઈ જતી સ્કૂલ બસ અને સ્કૂલ વાન વચ્ચે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો.

ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા

[[$googlead]]

[[$alsoread]]

ડીએમ મનોજ કુમાર અને એસએસપી ડો.ઓપી સિંહ વહીવટી સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ડીએમએ જણાવ્યું કે મ્યાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્કૂલ બસ અને વાન વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતમાં બસ ડ્રાઈવર અને ચાર વિદ્યાર્થીઓના મોતની પુષ્ટિ થઈ છે. 16 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલ બાળકોની સારી સારવાર માટે ડોક્ટરોને સૂચના આપવામાં આવી છે. 

નવી ગંજ પાસે બન્યા બનાવ

મળતી માહિતી મુજબ, જવાહર નાગલા મ્યાઉ ઉસવાન માર્ગ પર સ્થિત સત્યદેવ વિદ્યા પીઠ ઇન્ટર કોલેજની બસ અને એસઆર પબ્લિક સ્કૂલ ગૌત્રાની વાન ગામડાના બાળકોને લઈને જઈ રહી હતી. નવીગંજ પાસે સ્કૂલ બસ અને વાન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત થતાં જ ઘટનાસ્થળે અરેરાટી ફેલાઈ ગઈ હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ બાળકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા.

  • Follow us on: