• આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું
  • આગની જ્વાળાઓ જોઈ લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી
  • વૃંદાવનના પ્રેમ મંદિરના પાછળના ભાગમાં લાગી આગ

ભગવાન કૃષ્ણને સમર્પિત સફેદ આરસથી બનેલું પ્રેમ મંદિર માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે. અહીં દર વર્ષે દૂર-દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે. ઉત્તર પ્રદેશના મથુરામાં વૃંદાવનના લોકપ્રિય પ્રેમ મંદિરના પાછળના ભાગમાં આગ લાગી હતી. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગની જ્વાળાઓ જોઈ લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આગ એટલી ભીષણ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી ઉછળતા જોઈ શકાયા હતા. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રેમ મંદિરના જે ભાગમાં આગ લાગી તે વાસ્તવમાં સ્ટોર રૂમ છે. લાકડા અને બાંધકામ સંબંધિત સામાન અહીં રાખવામાં આવ્યો હતો. ભગવાન કૃષ્ણને સમર્પિત સફેદ આરસથી બનેલું પ્રેમ મંદિર માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય છે. અહીં દર વર્ષે દૂર-દૂરથી ભક્તો દર્શને આવે છે.

ફાયર વિભાગની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
ઉત્તર પ્રદેશના મથુરામાં વૃંદાવનના પ્રેમ મંદિરના પાછળના ભાગમાં આગ લાગી હતી. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ જોઈ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોઈ શકાયા હતા. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. અહીં દર વર્ષે દૂર-દૂરથી ભક્તો દર્શને આવે છે.

  • Follow us on: