મથુરામાં ઠાકુર બાંકેબિહારી મંદિરમાં રવિવારે શ્રાદ્ધાળુઓની ભીડ ઊમટી પડી હતી, જેનાથી પરિસ્થિતિ બેકાબૂ બની હતી.


ભીડ એટલી બધી વધી ગઈ હતી કે એક મહિલાના પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું, જ્યારે પાંચ અન્ય મહિલા બેભાન થઈ ગઈ હતી. મંદિરમાં હાજર ચિકિત્સક ટીમે તમામ મહિલાને સારવાર આપી હતી, જે મહિલાને પગમાં ફ્રેક્ચર થયું તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. સતત વધી રહેલી ભીડને જોતાં આયોજન અને સુરક્ષાની વ્યવસ્થામાં ખામી જોવા મળી હતી. હકીકતમાં, હોળી નજીક આવતાં ઠાકુરજીનાં દર્શન માટે ભક્તોનો મહેરામણ વૃંદાવન પહોંચી રહ્યો છે. રવિવારે રજાનો દિવસ હોવાના કારણે દર્શનાર્થીઓની સંખ્યામાં ખૂબ વધારો થયો હતો, જેના પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની ગયું હતું. ભીડના કારણે ધક્કામુક્કી થવા લાગી હતી.


  • Follow us on: