નવા વર્ષની શરૂઆત થવાની છે. આજે વર્ષ 2024નો અંતિમ દિવસ છે. ત્યારે વિવિધ ધાર્મિક સ્થળો પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે વાત કરીએ બાંકિ બિહારી લાલ એટલે કે વૃંદાવનની તો અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવી પહોંચ્યા છે. ભીડ એટલી વધી ગઇ છે કે વહીવટી તંત્રએ એડવાઇઝરી જાહેર કરવી પડી. ત્યારે જો તમે વૃંદાવન જવાનુ વિચારી રહ્યા હોવ તો આ એડવાઇઝરી પહેલા વાંચી લેજો.


1.5 લાખ ભક્તો કરે છે દર્શન 

ઉત્તર પ્રદેશના વૃદાનવનમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દરરોજ લગભગ 1.5 લાખ ભક્તો અહીં પહોંચી રહ્યા છે અને ભગવાન બાંકે બિહારીના દર્શન કરી રહ્યા છે. તેને જોતા નવા વર્ષની શરૂઆત પહેલા ઉત્તર પ્રદેશના મથુરાના વૃંદાવનમાં વહીવટીતંત્ર દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. પ્રશાસને ફોર વ્હીલરના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

વૃંદાવનને લઇને જાહેર કરી એડવાઇઝરી

વૃંદાવનના બહારના વિસ્તારમાં પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. પાર્કિંગ એરિયાથી બાંકે બિહારી મંદિર સુધી ઈ-રિક્ષાનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. નવા વર્ષ નિમિત્તે બાંકે બિહારી મંદિરમાં ભક્તોનો પૂર જોવા મળે છે. ત્યારે આ વર્ષે પણ દર વર્ષની જેમ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી શકે છે. પ્રશાસન આ અંગે વ્યવસ્થા સુધારવામાં વ્યસ્ત છે. બાંકે બિહારી મંદિરની શેરીઓ હોય કે બાંકે બિહારી મંદિરનું સંકુલ, ભક્તોથી ભરચક જોવા મળી રહ્યું છે.

મંદિર પ્રબંધન સલાહ

મહત્વનું છે કે હાલમાં એવા સમાચારો સામે આવી રહ્યા છે કે ભારે ભીડને કારણે અનેક શ્રદ્ધાળુઓ બેહોશ થઈ ગયા. આવી સ્થિતિમાં નવા વર્ષે મંદિરમાં ભક્તોને સરળતાથી દર્શન કરાવવા તે વહીવટી તંત્ર માટે પડકારજનક સાબિત થઇ શકે છે. જેને ધ્યાને રાખીને મંદિર પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું છે કે ભક્તોએ વૃદ્ધો અને અશક્ત, બીમાર લોકો અને બાળકોને પોતાની સાથે લાવવાનું ટાળવું જોઈએ.

વૃંદાવનમાં હોટેલનો રૂમ ભરેલો

જો કે નવું વર્ષ આવે તે પહેલાં જ વૃંદાવન, મથુરામાં હોટલના રૂમો ભરાઈ ગયા છે. અહીં હોટેલ બુકિંગ 6 દિવસ પહેલા બંધ થઈ ગયું હતું. આવી સ્થિતિમાં હવે જે ભક્તો દર્શન માટે આવવા માગતા હોય તેમણે રહેવાની સગવડ સુનિશ્ચિત કરીને જ આવવુ હિતાવહ રહેશે. 

  • Follow us on: