- આજે પીએમ મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું
- BSP ચીફ માયાવતીએ મોદી સરકારને પાઠવ્યા અભિનંદન
- માયાવતીએ ટ્વીટ કરીને આંબેડકરનો પણ કર્યો ઉલ્લેખ
વડાપ્રધાન મોદીએ આજે નવી સંસદ ભવન ભારતના લોકોને સમર્પિત કર્યું. વિપક્ષી પાર્ટીઓના બહિષ્કાર વચ્ચે પીએમ મોદીએ રવિવારે સવારે લગભગ 7.30 વાગ્યે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું. તે જ સમયે, BSP વડા માયાવતીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા બદલ કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવ્યા હતા. માયાવતીએ ટ્વીટમાં લખ્યું કે, "આજે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા બદલ કેન્દ્રને અભિનંદન. બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની માનવતાવાદી વિચારસરણી અને તેમના દ્વારા બનાવેલા પવિત્ર બંધારણના ઉમદા આશય મુજબ, આ નવું સંસદ ભવન છે. જો તેનો યોગ્ય રીતે અને સંપૂર્ણ ઉપયોગ જાહેર હિતમાં કરવામાં આવે તો તે યોગ્ય રહેશે." તમને જણાવી દઈએ કે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો 19 વિપક્ષી દળોએ બહિષ્કાર કર્યો હતો. જો કે કેટલાક પક્ષો પણ આ વિષય પર કેન્દ્રના સમર્થનમાં હતા, પરંતુ બસપાના વડા માયાવતીએ આ મુદ્દે કેન્દ્ર સરકારનું સમર્થન કર્યું હતું.
PMએ સંસદ ભવનના બિલ્ડરોનું સન્માન કર્યું
નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ આ ઈમારતનું નિર્માણ કરનારા શ્રમિકોનું સન્માન કર્યું હતું અને કહ્યું હતું કે નવું સંસદ ભવન એ સમયની જરૂરિયાત છે કારણ કે આવનારા સમયમાં લોકસભા અને રાજ્યસભાની બેઠકો વધશે. સંસદ ભવનનું ઉદ્ઘાટન કરતાં પીએમએ કહ્યું કે આજનો દિવસ આપણા બધા દેશવાસીઓ માટે અવિસ્મરણીય દિવસ છે. સંસદનું નવું બિલ્ડીંગ આપણા બધાને ગર્વ અને આશાઓથી ભરી દેશે. મને ખાતરી છે કે આ દિવ્ય અને ભવ્ય ઈમારત લોકોના સશક્તિકરણની સાથે રાષ્ટ્રની સમૃદ્ધિ અને શક્તિને નવી ગતિ અને શક્તિ આપશે. પીએમે કહ્યું કે નવા સંસદ ભવનથી લગભગ 30 હજાર કામદારોને રોજગાર મળ્યો છે. તેમણે કહ્યું કે નવું સંસદ ભવન આત્મનિર્ભર ભારતના સૂર્યોદયનું સાક્ષી બનશે. તેમણે કહ્યું કે આપણુ બંધારણ આપણઓ સંકલ્પ છે.