- લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો તૈયારીમાં
- બીએસપીએ અમેઠી-રાયબરેલીમાં ઉતારશે ઉમેદવાર
- કોંગ્રેસને આંચકો આપવાની તૈયારીમાં માયાવતી !
ચૂંટણી પંચ હવે ગમે ત્યારે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષો પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ લોકસભા ચૂંટણીમાં રાયબરેલી અને અમેઠી ઉત્તર પ્રદેશની એક એવી બેઠક છે જેના પર લોકો સૌથી વધુ ધ્યાન આપી રહ્યા છે. ગાંધી પરિવારની પરંપરાગત બેઠકો ગણાતી યુપીની આ બે બેઠકો પરથી કોંગ્રેસ વતી કોણ ચૂંટણી લડશે તે હજુ નક્કી નથી. પરંતુ માયાવતીની પાર્ટી બસપા અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસને આંચકો આપવાની તૈયારી કરી રહી છે.
BSPની મોટી જાહેરાત
તમને જણાવી દઈએ કે યુપીની વાત કરતા બસપાના પ્રદેશ અધ્યક્ષ વિશ્વનાથ પાલે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 'આ લોકસભા ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી યુપીની તમામ 80 સીટો પર મજબૂતીથી ચૂંટણી લડવા જઈ રહી છે.' શું BSP રાયબરેલી અને અમેઠીમાં પણ પોતાના ઉમેદવારો ઉભા કરશે? આ સવાલ પર બીએસપી નેતાએ કહ્યું, 'આ ચૂંટણીમાં પાર્ટી તમામ સીટો પર ઉમેદવારો ઉભા કરશે. બસપાએ અમેઠી અને રાયબરેલીમાં પોતાના ઉમેદવારોને પહેલેથી જ મેદાનમાં ઉતાર્યા છે અને તેમને આ લોકસભા ચૂંટણીમાં પણ ઉતારશે.
કોંગ્રેસે હજુ નથી જાહેર કર્યા કોઇ ઉમેદવાર
નોંધનીય છે કે સોનિયા ગાંધીએ તાજેતરમાં જ ચૂંટણીની રાજનીતિથી દૂરી લીધી હતી. જ્યારે રાહુલ ગાંધીને લોકસભા ચૂંટણી 2019માં અમેઠીથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં તેઓ કેરળના વાયનાડથી સાંસદ છે. કોંગ્રેસ ફરી એકવાર આ બે ગાંધી પરિવારની પરંપરાગત બેઠકો પર આ પરિવારમાંથી ઉમેદવાર ઈચ્છે છે. જો કે કોંગ્રેસે હજુ સુધી અમેઠી અને રાયબરેલીથી કોણ ચૂંટણી લડશે તેની જાહેરાત કરી નથી. તમને જણાવી દઈએ કે યુપીમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડવા જઈ રહી છે.