ભારત સરકારે ફરી એકવાર પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટપણે કહ્યું છે કે આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન સાથે કોઈપણ વાતચીત ત્યારે જ થશે જ્યારે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ખાલી કરશે અને તેને ભારતને સોંપશે.


આતંકવાદ અને વાતચીત એક સાથે નહી- પ્રવક્તા 

મહત્વનું છે કે પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી સરહદી સંઘર્ષ દરમિયાન ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે કે આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં. ત્યારે આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન સાથેના અમારા સંબંધોનો સવાલ છે, અમારું વલણ સ્પષ્ટ છે. વાતચીત ફક્ત બંને પક્ષો વચ્ચે જ થશે. અમે પુનરાવર્તન કરવા માંગીએ છીએ કે આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં. પાકિસ્કતાને કુખ્યાત આતંકવાદીઓને ભારતને સોંપવા પડશે જેમના રેકોર્ડ અને યાદી અમે થોડા વર્ષો પહેલા જ સોંપી હતી.

સિંધુ જળસંધિ સ્થગિત

'જમ્મુ અને કાશ્મીર પર વાતચીત ત્યારે જ થશે જ્યારે PoK ખાલી થશે અને પાકિસ્તાન તે વિસ્તાર અમને સોંપશે. જ્યાં સુધી સિંધુ જળ સંધિનો સવાલ છે, તો સિંધુ જળસંધિ તો સ્થગિત જ રહેશે. જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય અને અપરિવર્તનીય રીતે સરહદ પાર આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે.


  • Follow us on: