મેરઠ સૌરભ હત્યા કેસમાં જેલમાં બંધ મુસ્કાન અને સાહિલની વાર્તા હજુ પણ હેડલાઇન્સમાં છે. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થતાં, મુસ્કાને સાહિલને હાવભાવ દ્વારા કહ્યું..તે મા બનવાની છે. આ પછી બંને ભાવુક થઈ ગયા અને એકબીજાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે જેલ પ્રશાસને કેટલાક સુરક્ષાના કારણોસર તેમની આ માંગ પુરી કરી ન હતી. 


સૂત્રોના જણાવ્યા અનુસાર, સુનાવણી દરમિયાન સાહિલને જોયા પછી, મુસ્કાને પહેલીવાર તેને તેની પ્રેગ્નેન્સી વિશે જણાવ્યું. બંનેએ એકબીજા સાથે વાત કરવાની કોશિશ કરી પણ જેલની સુરક્ષાને કારણે આ સંવાદ શક્ય બન્યો નહોતો. બંનેએ સરકારી વકીલ પ્રત્યે અસંતોષ વ્યક્ત કરીને પ્રાઈવેટ વકીલ રાખવાની માંગ કરી હતી. મેરઠ જેલના સિનિયર જેલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. વિરેશ રાજ શર્માએ જણાવ્યું હતું કે નિયમો હેઠળ બંને કેદીઓને ખાનગી વકીલ રાખવાની પરવાનગી આપવામાં આવશે. જેલના નિયમો હેઠળ, દરેક કેદીને પોતાના બચાવ માટે વકીલ પસંદ કરવાનો અધિકાર છે. આ સંદર્ભમાં જરૂરી પ્રક્રિયા વિશે તેમને જાણ કરવામાં આવી છે. 

મંગળવારે બીજી વિડીયો કોન્ફરન્સિંગ કરવામાં આવી હતી. પહેલી વખત જ્યારે તેમની વાતચિત કરાવવામાં આવી ત્યારે જ બંનેના મનમાં કેટલાક સવાલો અને લાગણીઓ હતી. પરંતુ જેલની સુરક્ષાને કારણે બંને વચ્ચે વાતચીત શક્ય બની નહોતી. હવે સુનાવણીની આગળની તારીખ 28 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. 

સિનિયર જેલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. વિરેશ રાજ શર્મા કહે છે કે શક્ય છે કે સાહિલને મુસ્કાનની પ્રેગનન્ટ હોવાની ખબર પહેલાથી જ હતી કારણ કે બધા ન્યૂઝ પેપર જેલમાં આવે છે અને ચેનલો ચાલે છે. જેલના સુપ્રિટેન્ડન્ટનું કહેવું છે કે કદાચ સાહિલને આ બાબતની પહેલેથી જ જાણ હોઈ શકે છે. 

મુસ્કાનની હેલ્થ પર ખાસ ધ્યાન

ડો. વિરેશ રાજ શર્માએ જણાવ્યું કે મુસ્કાનની તબિયત નોર્મલ છે. તેની ગર્ભાવસ્થાને ધ્યાનમાં રાખીને, તેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે. ડોકટરોની દેખરેખ હેઠળ, મુસ્કાનને દૂધ, કેળા, ફળો અને જરૂરી દવાઓ જેવો વધારાનો ખોરાક આપવામાં આવી રહ્યો છે.  

  • Follow us on: