- મેઘાલયમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટના
- ભૂસ્ખલનના કારણે ચાર લોકોના મોત નીપજ્યા
- સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન
મેઘાલયમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનમાં ચાર લોકોના મોત થયા છે. એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. મુખ્ય પ્રધાન કોનરાડ કે. સંગમાએ એક પોસ્ટમાં કહ્યું છે કે શેલા બ્લોકના નોંગપ્રિયાંગમાં ભૂસ્ખલનમાં ચાર નાગરિકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે.
મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે. તેની અસરથી ચાર લોકોના મોત થયા છે. જેમાં 70 વર્ષના વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. પોલીસ ટીમ સ્થળ પર છે. આ ઘટના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક નોંગપ્રિયાંગ ગામમાં બની હતી. ચક્રવાતી તોફાન રેમલને કારણે તાજેતરમાં મેઘાલયમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે અહીં ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. જેના કારણે 4 લોકોના મોત થયા હતા. આ માહિતી મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાએ આપી છે.










