- તમાશો જોતી દુનિયા જાગી જાય અને સમાધાન કરાવે
- ગાઝા હોસ્પિટલ પર હુમલામાં 500 લોકોના થયા મોત
- મહબૂબા મુફ્તીએ વિડીયો શેર કરીને મોટા દેશોને કરી અપીલ
પેલેસ્ટાઇન અને ઇઝરાયલ મુદ્દે પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તી મોટું નિવેદન આપીને પેલેસ્ટાઇનનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું છે કે પેલેસ્ટાઇન ઇઝરાયલના મુદ્દાનું સમાધાન ન કરવું દુનિયામાં આતંકવાદનું સૌથી મોટું કારણ છે.
પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તીએ કહ્યું છે કે યહૂદીઓની સાથે નાઝીઓએ જે કર્યું હતું તે હવે યહૂદીઓ પેલેસ્ટાઇન સાથે કરી રહ્યા છે. પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચેના વિવાદનું સમાધાન ન કરવું દુનિયામાં આતંકવાદનું સૌથી મોટું કારણ છે. હું આશા કરું છું કે જે દુનિયા અત્યારે તમાશો જોઈ રહી છે તે જાગી જાય અને આ મુદ્દે સમાધાન કરાવે.
પીડીપી પ્રમુખ મહબૂબાએ ગાઝા હોસ્પિટલ પર થયેલ હુમલાની નિંદા કરી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા 500 લોકો માર્યા ગયા છે. ગાઝાના હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે આ વિસ્ફોટ માટે ઈઝરાયેલના હવાઈ હુમલાને જવાબદાર ગણાવ્યો હતો, પરંતુ ઈઝરાયેલે કહ્યું હતું કે આ વિસ્ફોટ નિષ્ફળ પેલેસ્ટિનિયન રોકેટને કારણે થયો હતો.
અલ-અહલી અરબ હોસ્પિટલમાં મંગળવારે થયેલા વિસ્ફોટનો વીડિયો રિપોર્ટ શેર કરતાં મહેબૂબાએ વિશ્વના મોટા દેશોને મૂક પ્રેક્ષક ન બની રહેવા આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું છે કે, 'અમેરિકા અને અન્ય દેશો મૂક દર્શક બનીને જોઈ રહ્યા છે. જો આવું જ ચાલતું રહેશે તો વિશ્વ શાંતિ પ્રભાવિત થશે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે હવે પેલેસ્ટાઈન મુદ્દાને ઉકેલવાનો સમય આવી ગયો છે.









