• માઇક્રોસોફ્ટમાં ટેક્નિકલ સમસ્યા યથાવત
  • વિમાનના મુસાફરો હજી પણ પરેશાન
  • એરપોર્ટ પર જોવા મળી લાંબી લાઇનો

માઇક્રોસોફ્ટની ટેક્નિકલ સમસ્યા આજે પણ યથાવત છે. પરિણામે વૈશ્વિક સ્તર પર મોટાભાગનું કામકાજ પ્રભાવિત થયુ છે. બેંક, વિમાન, સ્ટોક એક્સચેન્જ સહિતના કાર્યોમાં સમસ્યા આવી રહી છે. ત્યારે આજે પણ અનેક એવી એરલાઇન્સ છે જેના પ્લેન ટેકઓફ કરી શક્યા નથી. અનેક ફ્લાઇટ રદ કરવામાં આવી છે ત્યારે આવો જાણીએ હાલમાં ક્યા કેવી સ્થિતિ છે.

વિમાન સેવાઓ આજે પણ પ્રભાવિત

[[$googlead]]

માઇક્રોસોફ્ટ ક્લાઉડ આઉટેજને કારણે સમગ્ર વિશ્વમાં બેંકિંગ અને ફ્લાઇટ સેવાઓ પ્રભાવિત થઈ હતી. જેના કારણે શુક્રવાર સવારથી અનેક સંસ્થાઓની કામગીરી ઠપ થઈ ગઈ છે. જોકે માઇક્રોસોફ્ટ તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહી છે. એરપોર્ટ પર મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

[[$alsoread]]

એરપોર્ટ પર ભારે ભીડ

છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડ પણ જોવા મળે છે, જેઓ ફ્લાઇટ શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. માઈક્રોસોફ્ટની ખામીને કારણે ફ્લાઇટ ઓપરેશનને અસર થઈ રહી હોવાને કારણે લોકો ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર કતારમાં ઉભા છે.

આખી રાત ઉંઘ્યા નહી- મુસાફર

એક મુસાફરે કહ્યું કે હું ગઈ કાલે મુંબઈથી બેંગલુરુ જઈ રહ્યો હતો. પરંતુ ટેક્નિકલ ખામીને કારણે ફ્લાઇટ ઉપડી નહી. અમે આખી રાત એરપોર્ટની બહાર બેસી રહ્યા. અમે આખી રાત સુઇ શક્યા નહી. આ બધું ટેકનિકલ સમસ્યાને કારણે થયું હતું. એરપોર્ટની અંદર રાહ જોવાની મંજૂરી નથી.

શ્રીલંકાથી આવેલો અટવાઇ ગયો છું- મુસાફર

દિલ્હી એરપોર્ટ પર એક મુસાફરે કહ્યું, "હું લંડન જઈ રહ્યો છું અને મારી ફ્લાઈટ ઓછામાં ઓછો અડધો કલાક મોડી પડી છે. એરપોર્ટની બહાર લાંબી કતારો છે. મોટાભાગની ફ્લાઈટ્સ મોડી પડી છે. ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મુસાફરે કહ્યું, હું શ્રીલંકાનો મેડિકલ ડોક્ટર છું. મારે પ્રવચન આપવા માટે ભુવનેશ્વર જવાનું હતું, પરંતુ ગઈકાલે રાત્રે મારી ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ. પછી આજે સવારે મને ભુવનેશ્વર પરત ફરવાની કોઈ ફ્લાઈટ મળી ન હતી. તેથી હું શ્રીલંકા પાછો જઈ રહ્યો છું, પરંતુ હવે મને કોઈ ફ્લાઈટ મળતી નથી તેથી હું અહીં અટવાઈ ગયો છું.


  • Follow us on: