મધ્ય પ્રદેશની મોહન સરકારના કેબિનેટ મંત્રી પ્રધ્યુમનસિંહ તોમર ભારે વરસાદને લીધે ઠેર-ઠેર પાણી ભરાઈ જતા તેની મુલાકાત લેવા ડીઆપી લાઈન વિસ્તાર પહોંચ્યા હતા. જ્યાં ઊર્જાપ્રધાન પીએમશ્રી સ્કૂલ પહોંચ્યા હતા જે સમયે મંત્રી શાળામાં પહોંચ્યા ત્યારે બાળકો મધ્યાહન ભોજન લઈ રહ્યા હતા. આ જોઈ મંત્રી પણ ભોજન કરવા પોતાના કાર્યકરોની સાથે બેસી ગયા હતા. જે બાદ તેમને ત્યાં એવો કડવો અનુભવ થયો હતો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

જેવી મંત્રીને થાળી પીરસવામાં આવી અને સામે બટાકાના શાકની બાલ્ટી મૂકવામાં આવી હતી. મંત્રીએ જેવો શાકની બાલ્ટીમાં ચમચો નાખી બટાકું લેવાનો પ્રયાસ કર્યો હતો તેને બાલ્ટીમાં બટાકા જોવા નહોતા મળ્યા. વારંવાર બટાકા શોધવા છતાં ન મળતા મંત્રીએ રોટલી લઈને ખાવાનું શરું કર્યું. આમ છતાં મંત્રીએ બાળકો સાથે ભોઈન લીધું હતુું. ત્યારબાદ જિલ્લા પંચાયતના અધિકારી સીઈઓને ફોન કર્યો હતો. જો કે મંત્રીએ બાળકોને પીરસવામાં આવેલા મિડ-ડે મીલની ગુણવત્તા સુધારવા સૂચના આપીને ઊર્જા મંત્રી ત્યાંથી ચાલતા થયા હતા.

મીડિયાને કોઈ પ્રતિક્રિયા ન આપી
આ મુદ્દે પ્રદેશના ઊર્જાપ્રધાન પ્રધ્યુમનસિંહ તોમરે મીડિયાને કંઈ કહ્યું નહીં. પરંતુ જિલ્લા પંચાયતન સીઈઓ સાથે વાતચીત બાદ જાણકાર મળી હતી કે ઊર્જામંત્રીએ શહેરના પીએમશ્રી શાળા જઈ ત્યાં ફોન લગાવી મિડ-ડે મિલની ક્વોલિટી સુઘારવા સૂચના આપી હતી.

CEOએ તપાસ માટે ટીમ બનાવી
સરકારી અધિકારીએ જણાવ્યું કે, મંત્રી સાથે વાત થઈ હતી. મંત્રીએ દાળની ગુણવત્તા બરાબર કરવાની વાત કહી હતી. જેથી સીઈઓએ આ આખા મામલાની તપાસ માટે ટીમની રચના પણ કરી દીધી છે. આ ટીમ શાળામાં જઈને મધ્યાહન ભોજનની ગુણવત્તાની તપાસ કરશે અને ગુરુવારે બનેલા આ આખા ઘટનાક્રમની પૂરી જાણકારી મેળવશે. તપાસ રિપોર્ટ આવ્યા પછી આ મામલામાં કાર્યવાહી કરાશે.

  • Follow us on: