- હિન્દ-પ્રશાંત મહાસાગરમાં વધશે ભારતીય વાયુસેનાનો દબદબો
- MIG-21ની વિદાઇ બાદ LCA માર્ક-1A વધારશે વાયુસેનાની શક્તિ
- 83 LCA માર્ક 1A માટે કરાર, વધુ 97 એરક્રાફ્ટની જરૂરિયાત
ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ મજબૂત સેનાની જરૂરિયાત પર બહાર મૂક્યો છે. તેમણે કહ્યું છે કે આપણા વિસ્તારમાં અસ્થિર અને અનિશ્ચિત ભૌગોલિક રાજકીય પરિદ્રશ્યને કારણે એક મજબૂત અને વિશ્વાસપાત્ર સૈન્યની જરૂરિયાત અનિવાર્ય બની ગઈ છે. સાથે સાથે તેમણે જણાવ્યું કે MIG-21 ફાઈટર એરક્રાફ્ટ હવે ભારતીય વાયુસેનાનો હિસ્સો નહીં રહે. LCA તેજસ એરક્રાફ્ટ તેની જગ્યા લેશે.
IAF ચીફ માર્શલ વીર ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાણકારી આપી છે. તેમણે કહ્યું, 'હિન્દ-પ્રશાંત ક્ષેત્ર દુનિયાની ગંભીરતાનું નવું આર્થિક અને વ્યૂહાત્મક કેન્દ્ર છે. આ ક્ષેત્ર આપણને પડકારો અને તકો બંને પ્રદાન કરે છે. ભારતીય વાયુસેના પોતાની ક્ષમતાઓના પ્રતાપે આ પડકારોને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે અને આ ક્ષેત્રમાં ભારતની તાકાત દર્શાવવા માટેનો આધાર બની રહેશે. તેમણે માહિતી આપી હતી કે તેજસ ફાઈટર જેટના LCA માર્ક 1A ના 83 કન્સાઈનમેન્ટ માટે કરાર કરવામાં આવ્યો છે.
ચૌધરીએ જણાવ્યું કે, 'અમે 83 LCA માર્ક 1A માટે કરાર કર્યો હતો. અમને આવા 97 વધુ એરક્રાફ્ટ જોઈએ છે. ત્યારબાદ આપણી પાસે 180 એરક્રાફ્ટ થઈ જશે. તેમણે જણાવ્યું કે MIG-21 ફાઈટર પ્લેનને 2025 સુધીમાં તબક્કાવાર વાયુસેના માંથી વિદાઇ કરી દેવામાં આવશે. તેને સ્થાને LCA તેજસને એરફોર્સના કાફલામાં સામેલ કરવામાં આવશે. MIG-21 સ્ક્વોડ્રનની જગ્યાએ LCA માર્ક 1Aને સામેલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ તે પ્રસ્તાવ છે જે અસ્તિત્વમાં છે. LCA માર્ક 1Aના સામેલ થવાથી MIG-21ની કમી ભરપાઈ થઈ જશે.









