• મિશન 2024માટે ભાજપે લગાવી તાકાત
  •  'ધ નમો મર્ચેન્ડાઇઝ'ની કરી શરૂઆત
  • પીએમ મોદીના સ્લોગન લખેલી સામગ્રી મળશે

લોકસભાની ચૂંટણીને હવે માત્ર 1 મહિનો જ બાકી છે. ભાજપે ચૂંટણી પ્રચારમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. ચૂંટણી પહેલા, ભારતીય જનતા પાર્ટીએ BJP ચૂંટણી અભિયાન 2024 'ધ નમો મર્ચેન્ડાઇઝ' (#NaMoMerchandise) શરૂ કર્યું છે.

શું છે 'ધ નમો મર્ચેન્ડાઇઝ' ?

જેની પર વિવિધ વસ્તુઓ મળી રહેશે જેમાં પીએમ મોદીના સમર્થનમાં લખેલા સ્લોગન હશે. ટી શર્ટ, ડાયરી, પેન, કેપ, કપ સહિત રોજબરોજમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓને પર બીજેપીના સ્લોગન હશે. આ પ્રકારની સામગ્રી ફક્ત NaMo એપ્લિકેશન અથવા નરેન્દ્ર મોદી એપ્લિકેશન પર ઉપલબ્ધ છે.

બીજેપીના 'ધ નમો મર્ચેન્ડાઈઝ' અભિયાન હેઠળ ટી-શર્ટ, કોફી મગ, કેપ જેવી વસ્તુઓ બહાર પાડવામાં આવી છે, ખાસ વાત એ છે કે તેમાં " ફિર એકબાર 400 પાર " અને "ફિર એક બાર મોદી સરકાર," "મોદીની ગેરંટી" “મોદી હૈ તો મુમકીન હૈ” લોકપ્રિય સ્લોગન જોવા મળશે



મે હું મોદી પરિવાર ટ્રેન્ડમાં

BJPના પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા એક દાયકામાં પૂરા કરવામાં આવેલા ઘણા વચનોના ટ્રેક રેકોર્ડ અને પાર્ટીના સમર્થકોના વિશ્વાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. ધ નમો મર્ચેન્ડાઇઝમાં એક સૌથી અગ્રણી થીમ "મોદી કુટુંબકમ" છે, જે લાખો ભારતીયોમાં વાયરલ સ્લોગન બની ગયું છે જેઓને પીએમ મોદી પોતાનો પરિવાર માને છે.

400 પાર પર છે પાર્ટીનું ફોકસ

 ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત થતાની સાથે જ ભાજપે પોતાનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે. પીએમ મોદીએ તાજેતરમાં કેરળ, તમિલનાડુ અને તેલંગાણામાં પ્રચાર કર્યો હતો. પાર્ટી સંપૂર્ણપણે બીજેપીના 370 અને એનડીએના 400ના સ્લોગન પર ફોકસ કરી રહી છે. તેના ચૂંટણી પ્રચારના ભાગરૂપે, ભાજપે હવે પીએમ મોદીના સ્લોગન સાથેની વસ્તુઓ લોન્ચ કરી છે, જે નમો એપ પર ઉપલબ્ધ છે.

  • Follow us on: