દેશભરમાં આવતીકાલે એટલે કે 29 મેના રોજ યોજાનારી મોકડ્રીલ મોકૂફ રાખવામાં આવી છે. દેશના તમામ રાજ્યોમાં યોજાનારી મોકડ્રીલ કોઈ કારણસર મોકૂફ રાખવામાં આવી છે. રાજસ્થાન, ગુજરાત, પંજાબ, જમ્મુકાશ્મીરમાં મોકડ્રીલ યોજાવવાની હતી, જે હવે મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ઓપરેશન શિલ્ડ અંતર્ગત આ મોકડ્રીલ થવાની હતી પણ વહીવટી કારણોસર મોકડ્રીલને મોકૂફ રાખવામાં આવી છે. હવે આગામી દિવસોમાં મોકડ્રીલ કરવાની નવી તારીખ જાહેર કરવામાં આવશે.


[[$googlead]]

ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર હાથ ધર્યા પહેલા અગાઉ એક વખત સરહદી સહિતના વિસ્તારોમાં મોક ડ્રિલ યોજાઈ હતી. હવે ફરીથી સરહદી રાજ્યો જેમાં ખાસ કરીને ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને જમ્મુ અને કાશ્મીરમાં 29મી મેના ગુરુવારે મોકડ્રીલ યોજાવવાની હતી પણ તે કોઈ કારણસર મોકૂફ રાખવામાં આવી છે.

મોકડ્રીલ સમયે શું ધ્યાનમાં રાખવું?

[[$alsoread]]
  1. સૂચનાઓનું પાલન જરૂરી : સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ દળો દ્વારા અગાઉથી અપાયેલી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. ખાસ કરીને ઘરમાં બાળકો અને વડીલોનું ખાસ રાખવું જોઈએ, ઘરમાં રહેવા જોઈએ.
  2. વાહનોની અવરજવર બંધ રહેશે : સરહદી રાજ્યોના શહેરના કેટલાક વિસ્તારોમાં વાહનોની અવરજવર બંધ રહી શકે છે. તે સમય ઊપરાંત રાત્રે અને વહેલી સવારે રસ્તાઓ સંપૂર્ણપણે બંધ હશે.
  3. કારને રસ્તાની બાજુમાં પાર્ક કરવી પડશે : જો કોઈ નાગરિકો કાર ચલાવતા હશે તો વાહન બાજુ પર પાર્ક કરવું પડશે અને તેની લાઇટ બંધ કરવી પડશે. એટલે કે મોક ડ્રીલ દરમિયાન વાહન ચલાવી શકાશે નહીં.
  4. વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી નહીં : મોકડ્રીલના સમય દરમિયાન વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી બિલકુલ ન કરવી જોઈએ. સુરક્ષા એજન્સીઓની હિલચાલ અને કામગીરીનો કોઈપણ વિડિયો કે ફોટો લેવાથી મુશ્કેલી ઊભી થઈ શકે છે.
  5. જાહેર મેળાવડામાં સામેલ ન થવા અપીલ : દેશના સરહદી રાજ્યમાં મોકડ્રીલ ચાલી રહી હોય ત્યારે પરવાનગી વગર બહાર ન જવું જોઈએ અને જાહેર મેળાવડામાં સામેલ ન થવા અપીલ કરાઇ છે. કોઈ મહત્વનું કામ હોય વાહનને બદલે પગપાળા જવું જોઈએ.
  6. સોશિયલ મીડિયાનો કાળજીપૂર્વક ઉપયોગ : મોકડ્રિલ ચાલતી હોય એ દરમિયાન સોશિયલ મીડિયાનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. કોઈપણ સમાચાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પુષ્ટિ કર્યા વિના શેર કરવા જોઈએ નહીં. લોકોમાં ગભરાટ ફેલાય તેવી કોઈ માહિતી કે સમાચાર શેર કરવા જોઈએ નહીં.

  • Follow us on: