ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ યથાવત્ છે. જેમાં આવતીકાલે સાંજે 4 રાજ્યોમાં મોકડ્રિલ હાથ ધરાશે. પાકિસ્તાનની સીમા સાથે સંકળાયેલા રાજ્યો જેમાં રાજસ્થાન, પંજાબ , ગુજરાત અને જમ્મુ-કાશ્મીરમાં મોકડ્રિલ કરવામાં આવશે. 7 મેના રોજ 244 જિલ્લામાં મોકડ્રિલ હાથ ધરાઇ હતી. 'ઓપરેશન સિંદૂર' હેઠળ ભારતે દુશ્મન દેશ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. જેને લઇને પાકિસ્તાનમાં હજુ પરિસ્થિતિ હજુ તંગ છે. ત્યારે દેશમાં ફરી મોકડ્રિલ હાથ ધરી જનતાને ફરી તૈયાર કરવામાં આવી રહી છે.


ફરી થશે મોટી મોકડ્રિલ

'ઓપરેશન સિંદૂર' બાદ ફરીથી યુદ્ધના સાયરન વાગશે. ફરી મોટા ખતરા સામે લડત આપવા અને તેને પહોંચી વળવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી છે. 'ઓપરેશન સિંદૂર' બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. અને કોઇપણ ઘટનાને પહોંચી વળવા માટે તૈયાર છે. આવતીકાલે સાંજે 4 રાજ્યોમાં યોજાનાર મોકડ્રિલ આતંકી ખતરાઓને પહોંચી વળવા માટેની તૈયારીઓનો ભાગ છે. સિવિલ ડિફેન્સ ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં મોકડ્રિલ કરશે. ફરી આ મોકડ્રિલ એવા સમયે થઇ રહી છે જ્યારે થોડા સમય અગાઉ ભારતે 6 અને 7 મેના રોજ 244 જિલ્લાઓમાં મોકડ્રિલ યોજી હતી.

મોકડ્રિલ કરવાનું કારણ શું ?

આ મોકડ્રિલ ફરી આતંકી ખતરાને પહોંચી વળવા માટે ભારતની તૈયારીનું પ્રતિક છે. સાથે જ આતંકી હુમલાની સ્થિતિમાં શું રણનીતિ હોઇ શકે તે માટે પણ તૈયારી હાથ ધરાશે. પહલગામ આતંકી હુમલા બાદ ભારતની સુરક્ષા એજન્સીઓ પણ વધુ સતર્ક બની છે. દરેક સ્થળે સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. કોઇપણ વિકટ પરિસ્થિતિમાં કેવી રીતે પગલા લઇ શકાય તે માટે અભ્યાસ જરુરી છે. 

  • Follow us on: