વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટે ગુરુવારે બે મોટા પ્રોજેક્ટને મંજૂરી આપી છે. મોદી કેબિનેટે ગુરુવારે 57 કિલોમીટર લાંબી અમરાવતી રેલવે લાઇનને મંજૂરી આપી દીધી છે. આ રેલવે લાઇનના નિર્માણમાં 2245 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કેન્દ્રીય કેબિનેટે રૂ. 6,798 કરોડના અંદાજિત ખર્ચ સાથેના બે રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી અને કનેક્ટિવિટી, મુસાફરીમાં સરળતા, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા, તેલની આયાત ઘટાડવા અને કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે 5 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.


[[$googlead]]

કૃષ્ણા નદી પર 3.2 કિલોમીટર લાંબો નવો પુલ બનાવાશે

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આંધ્રપ્રદેશમાં રેલવેનું મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત કૃષ્ણા નદી પર 3.2 કિલોમીટર લાંબો નવો પુલ બનાવવામાં આવશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટથી હૈદરાબાદ, ચેન્નાઈ અને કોલકાતા જેવા તમામ શહેરોને અમરાવતી સાથે જોડવામાં આવશે. આ સાથે અમરાવતી સ્તૂપ, કોંડાવલી ગુફાઓ, ઘણા બંદરોને પણ જોડવામાં આવશે.

[[$alsoread]]

પર્યાવરણને ધ્યાનમાં રાખીને અપાઈ મંજૂરી

આ પ્રોજેક્ટ લાખો લોકોને રોજગાર આપશે અને પીએમ મોદીએ પર્યાવરણને ધ્યાનમાં રાખીને તેને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટને મંજૂરી આપીને પીએમએ આંધ્રના લોકોનું એક સ્વપ્ન સાકાર કર્યું છે.

બિહારને છઠની ભેટ

બિહારને મોટી ભેટ આપતા કેબિનેટે ઉત્તર બિહારની મહત્વની રેલવે લાઇનને બમણી કરવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટથી પૂર્વ-પશ્ચિમ ચંપારણ, દરભંગા અને મુઝફ્ફરપુર તેમજ ઉત્તર પૂર્વના રાજ્યોને ફાયદો થશે. આ પ્રોજેક્ટમાં 256 કિમી લાંબી નરકટિયાંગ, રક્સૌલ, સીતામંડી, દરભંગા, મુઝફ્ફરપુર લાઇનને ડબલ કરવામાં આવશે, આ પ્રોજેક્ટમાં લગભગ 40 બ્રિજ બનાવવામાં આવશે જે ઉત્તર બિહાર અને પૂર્વોત્તર રાજ્યોની કનેક્ટિવિટી મજબૂત કરશે, જેના પર 4553 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

અવકાશ ક્ષેત્રને મજબૂત બનાવવામાં આવશે

અવકાશ ક્ષેત્રને મજબૂત કરવા કેબિનેટે આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ માટે રૂ. 1,000 કરોડનું વેન્ચર કેપ ફંડ સ્થાપવાની જાહેરાત કરી છે. રેલવે મંત્રીએ કહ્યું કે, પીએમ મોદીએ ઈનોવેશન અને સ્ટાર્ટઅપ ઈકોનોમીને બદલી નાખી છે. આજે આપણી પાસે 100થી વધુ યુનિકોર્ન છે, જે યુરોપિયન યુનિયનના સમૃદ્ધ દેશો કરતા વધુ છે. આપણો દેશ અવકાશ ક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ કરે તેવી અપેક્ષા છે.


  • Follow us on: