• કેબિનેટ બેઠક બાદ મંત્રીઓની ખાતાની ફાળવણી
  • ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, નાણાં મંત્રાલયની ફાળવણી
  • NDAના 5 મંત્રીઓને ખાાતાની ફાળવણી કરવામાં આવી

ભાજપના નેતાઓની સાથે NDAના સાથી પક્ષોના કયા નેતાને મળશે નરેન્દ્ર મોદી કેબિનેટમાં શું જવાબદારી? આ પ્રશ્ન પર સોમવારે પડદો ઊભો થયો હતો. ભાજપે ગૃહ, સંરક્ષણ, નાણાં અને વિદેશ જેવા મહત્ત્વના મંત્રાલયો પોતાની પાસે રાખ્યા છે. નીતિન ગડકરીને ફરી એકવાર માર્ગ પરિવહન મંત્રાલયની જવાબદારી મળી છે. ચાલો જાણીએ કે NDAના સહયોગી દળોના કયા નેતાને કયું મંત્રાલય મળ્યું.

NDAના સહયોગીઓને કયો વિભાગ મળ્યા?

  • એચ.ડી. કુમારસ્વામીને ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી
  • જીતનરામ માંઝીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી
  • રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહને પંચાયતી રાજ અને મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી
  • રામમોહન નાયડુ ને નાગરિક ઉડ્ડયન મંત્રી
  • ચિરાગ પાસવાનને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી 

મોદી સરકારના મંત્રીઓની ખાતાની ફાળવણીમાં ખાસ કરીને મોદી કેબિનેટમાં અમિત શાહને ફરીથી ગૃહ મંત્રાલય અને રાજનાથ સિંહને ફરીથી સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. નીતિન ગડકરીને ફરીથી રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય આપવામાં આવ્યું છે. અજય તમટા, હર્ષ મલ્હોત્રાને રોડ ટ્રાન્સપોર્ટ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. જાણો મોદી સરકારમાં વિભાગોની વહેંચણી...

મોદી સરકારમાં વિભાગોની વહેંચણી

  • અમિત શાહને ફરીથી ગૃહ મંત્રાલય મળ્યું
  • રાજનાથ સિંહને રક્ષા મંત્રાલય
  • નીતિન ગડકરીને માર્ગ અને પરિવહન વિભાગ
  • અજય ટમ્ટા માર્ગ અને પરિવહન રાજ્યમંત્રી
  • હર્ષ મલ્હોત્રા પરિવહન રાજ્યમંત્રી
  • એસ. જયશંકર ફરીથી વિદેશ મંત્રી બન્યા
  • મનોહરલાલને શહેરી વિકાસ અને ઊર્જા મંત્રાલય
  • નિર્મલા સીતારમનને મળ્યું નાણા મંત્રાલય
  • શિવરાજસિંહને મળ્યું કૃષિ મંત્રાલય અને પંચાયતી રાજ
  • જીતનરામ માંઝી MSME મંત્રી બન્યા
  • મનોહરલાલને શહેરી વિકાસ અને ઊર્જા મંત્રાલય
  • ઐશ્વિની વૈષ્ણવને સૂચના પ્રસારણ મંત્રાલય
  • મનસુખ માંડવિયાને શ્રમ મંત્રાલય
  • જે.પી. નડ્ડાને આરોગ્ય ખાતું
  • ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી
  • મનસુખ માંડવિયાને શ્રમ મંત્રાલય
  • રામમોહન નાયડૂને નાગરિક ઉડ્ડયન મંત્રાલય
  • સર્વાનંદ સોનોવલે પોર્ટ અને શિપિંગ મંત્રાલય
  • કિરણ રીજીજૂ સંસદીય બાબતોના મંત્રી
  • ગજેન્દ્ર શેખાવતને સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રાલય
  • ચિરાગ પાસવાનને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય
  • અન્નપૂર્ણા દેવીને મહિલા અને બાળવિકાસ મંત્રાલય
  • રવનીત બિટ્ટૂ અલ્પસંખ્યક રાજ્યમંત્રી
  • સુરેશ ગોપી સંસ્કૃતિ અને પર્યટનના રાજ્યમંત્રી
  • રવનીત બિટ્ટૂ અલ્પસંખ્યક રાજ્યમંત્રી
  • સુરેશ ગોપી સંસ્કૃતિ અને પર્યટનના રાજ્યમંત્રી
  • સી.આર.પાટીલને જળશક્તિ મંત્રાલય
  • પ્રહલાદ જોશીને ગ્રાહક અને સુરક્ષા મંત્રાલય
  • હરદીપસિંહ પૂરીને પેટ્રોલિયમ મંત્રાલય
  • ગિરિરાજસિંહને કાપડ મંત્રાલય
  • ભૂપેન્દ્ર યાદવને પર્યાવરણ મંત્રાલય
  • લલ્લનસિંહને પંચાયત રાજ મંત્રાલય
  • નિમુબેન બાંભણિયાને ખાદ્ય અને પુરવઠા મંત્રાલય 

  • Follow us on: