- મોદી કેબિનેટમાં વિવિધ વિભાગની જવાબદારી સોંપવામાં આવી
- અનુરાગ ઠાકુરની જગ્યાએ મનસુખ માંડવિયા રમતગમત મંત્રાલય સંભાળશે
- ગત ટર્મમાં ડો.મનસુખ માંડવિયા પાસે આરોગ્ય મંત્રાલય હતું
આજે એટલે કે 10 જૂન, 2024ના રોજ મોદી સરકારના ત્રીજા કાર્યકાળ માટે અલગ-અલગ મંત્રીઓને તેમની જવાબદારીઓ સોંપવામાં આવી છે. આવો તમને જણાવીએ કે આ કાર્યકાળ માટે રમતગમત મંત્રીની જવાબદારી કયા મંત્રીને મળી છે.
9 જૂન, 2024 ના રોજ સાંજે, નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા. આ દરમિયાન તેમના સિવાય 71 સાંસદોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. શપથ સમારોહ પૂરો થયો ત્યારથી જ લોકો એ જાણવાની રાહ જોઈ રહ્યા હતા કે, કયા મંત્રીને કયા વિભાગની જવાબદારી સોંપવામાં આવશે. આજે એટલે કે સોમવાર, 10 મેના રોજ મોદી સરકારે આ રાહ ખતમ કરી અને યાદી જાહેર કરીને સ્પષ્ટ કરી દીધું કે ક્યા મંત્રીને કયો વિભાગ આપવામાં આવ્યો છે. આ સમાચારમાં અમે તમને જણાવીશું કે મોદી કેબિનેટમાં કયા મંત્રીને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી આપવામાં આવી છે










