કેન્દ્રમાં ભાજપની સરકાર સત્તામાં આવ્યા બાદ ધરખમ ફેરફાર કરવામાં આવ્યા. Modi સરકારે ત્રિપલ તલાક, 370 કલમ સહિત બજેટને લઈને ઘણા મોટા ફેરફારો કર્યા. મોદી સરકારે બજેટને લઈને ઐતિહાસિક નિર્ણય લેતાં ૯૨ વર્ષ જૂની પરંપરાનો અંત લાવ્યો. દેશ માટે આજે વધુ મહત્વનો દિવસ છે. આજે 1 ફેબ્રુઆરીના રોજ નિર્મલા સીતારમણ સંસદમાં 11 વાગ્યે બજેટ રજૂ કરતા તમામની નજર બજેટ પર રહેશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણની સિદ્ધિ
ભાજપના શાસનમાં કાશ્મીર મુદ્દે, ત્રિપલતલાક તેમજ સેના મામલે અને ટેકનોલોજી સેકટરમાં મોટા બદલાવ કરાયા. આજે ઉદ્યોગપતિઓ, કર્મચારીઓ, મહિલાઓ અને ખેડૂતો તમામની નજર બજેટ પર રહેશે. આજે રજૂ કરાતા નાણામંત્રીના બજેટમાં કોને છુટ મળશે, કોને લાભ મળશે અને કયા-કયા મોટા બદલાવ આવશે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી વધુ એક સિદ્ધિ નોંધાવી રહ્યા છે. નિર્મલા સીતારમણનું આ આઠમું બજેટ છે. આ સાથે બજેટ રજૂ કરનાર એકમાત્ર મહિલા મંત્રી તરીકેનો રેકોર્ડ કરતા ઇતિહાસ રચ્યો છે. સિદ્ધિ અને રેકોર્ડની વાત છે ત્યારે મોદી સરકારે પણ બજેટલક્ષી ઐતિહાસિક નિર્ણય લીધો હતો. મોદી સરકારના કાર્યકાળમાં છેલ્લા બે દાયકામાં બજેટને લઈને ઘણા ફેરફાર કરાયા.
92 વર્ષ જૂની પરંપરા તોડી
કેન્દ્રની મોદી સરકારે 2017માં બજેટને લઈને 92 વર્ષ જૂની પરંપરા તોડી બજેટ રજૂ કરવાના નિયમમાં બદલાવ કર્યો. 2017થી રેલ્વે બજેટની પરંપરા બદલાઈ.2017 પહેલા સામાન્ય બજેટ અને રેલવે બજેટ અલગ-અલગ રજૂ કરાતા હતા. પરંતુ 2017થી સામાન્ય બજેટમાં જ રેલવે બજેટનો સમાવેશ કરાયો. સામાન્ય બજેટમાં જ્યાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ તેમજ સંરક્ષણ ક્ષેત્રને લઈને મહત્વની જાહેરાતો કરવામાં આવતી હતી. જણાવી દઈએ કે રેલવે બજેટની રજૂ કરવાની પરંપરા અંગ્રેજોના સમયથી ચાલતી આવતી હતી.
2017થી નિયમમાં બદલાવ
2017 પહેલા સામાન્ય રજૂ કરાય તે પહેલાના દિવસે રેલ્વે બજેટ રજૂ કરાતું હતું.પરંતુ ભાજપની સત્તા કેન્દ્રમાં આવ્યા બાદ 2016માં રેલ્વે બજેટની લઈને જાહેરાત કરી હતી કે 2017થી રેલ્વે બજેટ અને સામાન્ય બજેટ એકસાથે જ રજૂ થશે. રેલ્વે બજેટને સામાન્ય બજેટમાં સામેલ કરવાને લઈને અધિકારીઓ અને નીતિ આયોગ સાથે ચર્ચા પરામર્શ કરવામાં આવ્યો હતો.તેના બાદ બ્રિટિશ સરકારના શાસનથી ચાલી આવતી અલગ રેલ્વે બજેટ રજૂ કરવાની પરંપરા બદલી. મોદી સરકારે બજેટ ઉપરાંત નોટબંધી, ત્રિપલ તલાક અને કલમ 370ને લઈને ઐતિહાસિક નિર્ણય લીધા છે.










