- ભારતના સતત ત્રીજી વાર બન્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
- મોદી સરકારમાં કુલ મંત્રીઓની સંખ્યા 72
- 30 મંત્રીઓ નરેન્દ્ર મોદી કેબિનેટનો ભાગ
પીએમ નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા. રાષ્ટ્રપતિ ભવનમાં નવા કેબિનેટ સાથે શપથ લીધા. મોદી સરકાર 3.0માં કુલ મંત્રીઓની સંખ્યા 72 છે જેમાંથી 30 મંત્રીઓ કેબિનેટનો ભાગ છે. આ સિવાય 5 મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. સાથે જ 36 સાંસદોને રાજ્યકક્ષાનું મંત્રી પદ આપવામાં આવ્યું છે. મોદી કેબિનેટ 3.0માં એવા ઘણા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેઓ મોદી સરકાર 2.0માં પણ મંત્રી હતા.
મોદી સરકારની પ્રથમ કેબિનેટ મીટિંગ
ત્યારે હવે જોવાનું એ રહે છે કે ત્રીજા કાર્યકાળમાં કોને કયુ ખાતુ ફાળવવામાં આવે છે. મોદી કેબેનિટમાં કુલ મંત્રીઓમાંથી 25 ભાજપના છે જ્યારે 5 મંત્રીઓ સાથી પક્ષના છે. આ ઉપરાંત 5 સાંસદોને સ્વતંત્ર હવાલા સાથે રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં ભાજપમાંથી ત્રણ, જયંત ચૌધરીના રૂપમાં આરએલડીમાંથી એક અને પ્રતાપરાવ જાધવના રૂપમાં શિવસેનામાંથી એકનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક આજે સાંજે 5 કલાકે પીએમ ના નિવાસ સ્થાને યોજાશે.
એક્શનમાં મોદી સરકાર
શપથ લીધા બાદ જ મોદી સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક આજે એટલે કે સોમવારે સાંજે 5 વાગ્યે લોક કલ્યાણ માર્ગ પર પીએમના નિવાસ સ્થાને યોજાશે. શપથ ગ્રહણ સમારોહ પૂર્ણ થયા પછી, પીએમ મોદીએ X પર પોસ્ટ કર્યું હતુ કે તેઓ અને મંત્રી પરિષદમાં તેમના સાથીદારો સાથે મળીને દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રતિબદ્ધ છે.









