- PM નરેન્દ્ર મોદીએ સંભાળ્યો ચાર્જ
- કિસાન કલ્યાણ માટેનો લીધો મહત્વનો નિર્ણય
- બપોર બાદ મંત્રીઓના ખાતાઓની ફાળવણી
આજે સાંજે કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠક મળશે. શપથ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર પીએમઓ પહોંચ્યા છે. PM મોદીએ સવારે 11.30 વાગ્યે ચાર્જ સંભાળ્યો હતો. પીએમઓ ઓફિસમાં નરેન્દ્ર મોદીનું આગમન થતા કર્મચારીઓએ તેમને વધાવી લીધા હતા. તેમણે હાથ જોડીને સૌનું અભિવાદન કર્યુ હતું. ત્યારે કાર્યભાળ સંભાળતાની સાથે જ તેમણે ખેડૂતો માટે મહત્વો નિર્ણય લીધો છે.
ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય
PM મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જાહેર કરવા માટેની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. જેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે 20 હજાર કરોડ રૂપિયાનું વિતરણ થશે.
હસ્તાક્ષર બાદ શું બોલ્યા પીએમ મોદી ?
ફાઈલ પર હસ્તાક્ષર કર્યા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. તેથી તે યોગ્ય છે કે ચાર્જ સંભાળવાની પ્રથમ ફાઈલ ખેડૂત કલ્યાણ સાથે સંબંધિત હોવી જોઈએ. અમે આવનારા દિવસોમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે હજુ વધુ કામ કરવા માંગીએ છીએ.
18 જૂને સંસદ સત્ર ?
આ સાથે આજે સાંજે યોજાનારી કેબિનેટની બેઠકમાં કેબિનેટ રાષ્ટ્રપતિને ટૂંક સમયમાં સંસદનું સત્ર બોલાવવા અને બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરવા વિનંતી કરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 18 જૂને સંસદ સત્ર બોલાવવામાં આવી શકે છે.
[[$googlead]]









