• પીએમ મોદી લેશે વડાપ્રધાન પદના શપથ
  • પાડોશી દેશના નેતાઓને અપાયુ આમંત્રણ
  • સૂત્રો દ્વારા માહિતી આવી સામે
લોકસભા ચૂંટણીના પરિણામો અનુસાર, ભારતીય જનતા પાર્ટી (BJP) 543 બેઠકોમાંથી 240 અને કોંગ્રેસે 99 બેઠકો જીતી છે. ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) એ 543 સભ્યોની લોકસભામાં બહુમતીનો આંકડો સરળતાથી 272ને પાર કરી લીધો છે. જો કે ભાજપે સંપૂર્ણ બહુમતી ગુમાવી દીધી છે.

શપથ સમારોહમાં આ દિગ્ગજો રહેશે હાજર

શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. શ્રીલંકાના રાષ્ટ્રપતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પણ વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. સમારોહ માટે નેપાળ, ભૂટાન, શ્રીલંકા અને બાંગ્લાદેશના રાજ્યોના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું સૂત્રોએ માહિતી આપી હતી. 

સરકાર બનવાનો કરશે દાવો 

તો બીજી માહિતી સૂત્રો દ્વારા એ પણ સામે આવી છે કે પીએમ મોદી આવતી કાલે સરકાર બનાવનો દાવો રજૂ કરશે. તેઓ આવતી કાલે સાંજે 5 કલાકે રાષ્ટ્રપતિને મળવા જશે. 

24 કેન્દ્રીય મંત્રીઓએ લીધા હતા શપથ

મહત્વનું છે કે 2019માં નરેન્દ્ર મોદીની સાથે 24 કેન્દ્રીય મંત્રીઓએ પણ શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં 24 રાજ્ય મંત્રીઓ (MOS) અને 9 MOS (સ્વતંત્ર હવાલો)ને પણ રાષ્ટ્રપતિ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ વખતે મોદી 3.0 કેબિનેટમાં NDA સાથી પક્ષોને વધુ પ્રતિનિધિત્વ જોવા મળે તેવી શક્યતા છે. કારણ કે ભાજપ પોતાના દમ પર બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી છે.
આ ચૂંટણીમાં ભાજપને 240 બેઠકો મળી છે. એનડીએમાં સમાવિષ્ટ ટીડીપીને 16 અને નીતિશ કુમારની પાર્ટી જેડીયુને 12 બેઠકો મળી છે. આ સાથે જ ચિરાગ પાસવાનની પાર્ટીને પણ પાંચ બેઠકો મળી છે.

  • Follow us on: