• ઝુબૈર પર 2018માં ટ્વિટ કરીને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ
  • દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 50,000 રૂપિયાના બોન્ડ પર જામીન મંજૂર કર્યા 
  • ઝુબૈર હાથરસ કેસમાં 27 જુલાઇ સુધી ન્યાયિક કસ્ટડીમાં 

ઓલ્ટ ન્યૂઝના સંસ્થાપક અને ફેક્ટ-ચેકર મોહમ્મદ ઝુબેરને દિલ્હી કેસમાં જામીન મળ્યા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 50,000 રૂપિયાના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે. વર્ષ 2018માં ટ્વિટ કરીને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ છે. જો કે, મોહમ્મદ ઝુબેરને હજુ પણ જેલમાં રહેવું પડશે, કારણ કે હાથરસ કેસમાં 27 જુલાઇ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે.

આ દરમિયાન કોર્ટે કહ્યું, 'ભારતીય લોકતંત્રમાં રાજકીય પક્ષોએ ટીકા માટે તૈયાર રહેવું જોઈએ. ટીકાએ સારા લોકતંત્ર માટે ખૂબ જ મહત્વની છે. કોઈ પણ રાજકીય પક્ષની ટીકા કરવાથી કલમ 153A અને 295A લગાવવી યોગ્ય નથી.

ઝુબૈરે સુપ્રીમ કોર્ટને ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા નોંધાયેલા 6 કેસ રદ કરવાની વિનંતી કરી છે તેમજ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને(SIT) પાછી ખેંચી લેવામાં આવે.

મેજિસ્ટ્રેટ કોર્ટે 2 જુલાઈએ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસમાં ઝુબૈરની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત પ્રકૃતિ પ્રકૃતિ અને ગંભીરતાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ કેસ હજુ તપાસના પ્રારંભિક તબક્કામાં છે.

  • Follow us on: