- મોહન માંઝી બનશે ઓડિશાના નવા મુખ્યમંત્રી
- ઓડિશામાં આવતીકાલે યોજાશે શપથગ્રહણ સમારોહ
- કેવી સિંહ દેવ અને પ્રભાતી પરીદા બનશે નાયબ મુખ્યમંત્રી
ઓડિશામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ મોહન માઝીને વિધાયક દળના નેતા તરીકે ચૂંટ્યા છે. મોહન માંઝી બુધવારે સીએમ તરીકે શપથ લેશે. તેમની સાથે કેવી સિંહ દેવ અને પ્રવતિ પરિદા પણ શપથ લેશે. આ બંને રાજ્યના ડેપ્યુટી સીએમ હશે.
આવતીકાલે ઓડિશામાં ભાજપ પહેલીવાર સરકાર બનાવવા જઈ રહી છે. મોહન ચરણ માંઝી ઓડિશાની કેઓંઝર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે આ સીટ પર બીજુ જનતા દળના મીના માંઝીને હરાવ્યા હતા. મોહન ચરણ માંઝીને 87,815 વોટ મળ્યા જ્યારે મીના માંઝીને 76,238 વોટ મળ્યા અને મોહન માંઝી 11,577 વોટથી જીત્યા.
કેન્દ્રમાં સત્તા બનાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ઓડિશામાં પણ સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ભાજપે ઓડિશાના નવા મુખ્યમંત્રી તરીકે મોહન માઝીની પસંદગી કરી છે. ઓડિશામાં પણ ભાજપે એક સીએમ અને બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા લાગુ કરી છે. ઓડિશાના બે ડેપ્યુટી સીએમ હશે, જેમાંથી એક મહિલા છે. પ્રભાતી ફરીદા અને કેવી સિંહ દેવ રાજ્યના ડેપ્યુટી સીએમ હશે.
ભાજપે મેળવી બહુમત
ઓડિશામાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં, ભાજપે બહુમતનો જાદુઈ આંકડો હાંસલ કર્યો છે અને નવીન પટનાયકના બીજુ જનતા દળને સત્તા પરથી હટાવી દીધી છે. નવીન પટનાયક વર્ષ 2000 થી 2024 સુધી સતત રાજ્યના મુખ્યમંત્રી રહ્યા. તેઓ આ પદ પર 24 વર્ષ અને 98 દિવસ સુધી રહ્યા. તાજેતરની ચૂંટણીમાં સફળતા મળ્યા બાદ હવે ભાજપે મોહન માઝીને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. આ સાથે રાજ્યને લગભગ અઢી દાયકા બાદ નવા મુખ્યમંત્રી મળ્યા છે.
દલિત સમુદાયમાંથી આવે છે માઝી
મોહન માઝી દલિત સમુદાયમાંથી આવે છે અને તેમને મુખ્યમંત્રી બનાવીને ભાજપે પણ આ સમાજમાં પોતાની પકડ મજબૂત કરવાની દિશામાં પગલાં ભર્યા છે. માઝી ઓડિશાની કેઓંઝર બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા અને આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ બેઠક પરથી તેમણે બીજુ જનતા દળના નીના માઝીને 11 હજાર 577 મતોથી હરાવ્યા હતા. 52 વર્ષીય માઝી ચાર વખત વિધાનસભા ચૂંટણી જીતી ચૂક્યા છે.