- આ ગાળામાં કુલ ત્રણ આરોપીઓ નિર્દોષ પણ છૂટયા
- 2019 બાદ PMLA હેઠળ કેસો નોંધાવાનું 300 ગણું વધ્યું
- પંજાબમાં PMLA હેઠળ ત્રણ અને હરિયાણામાં બે લોકોની ધરપકડ થઇ
2014થી 2024 સુધીના 10 વર્ષમાં ઇડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કુલ 5,297 કેસ કરાયા છે, જેમાંથી માત્ર 40 કેસમાં દોષિતોને સજા થઇ છે. ત્રણ આરોપીઓ નિર્દોષ છૂટયા છે. તદુપરાંત, 2019 બાદ PMLA હેઠળ કેસો નોંધાવાનું 300 ગણું વધ્યું છે.
રસપ્રદ વાત એ છે કે 2016માં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં PMLA હેઠળ ધરપકડ હેઠળના આરોપીઓની સંખ્યા શૂન્ય હતી અને હવે 2024માં આ આંકડો 140 છે, જે પૈકી દિલ્હીમાં સૌથી વધુ 36 આરોપીની ધરપકડ થઇ છે. ત્યાર બાદ ઝારખંડમાં 18, રાજસ્થાનમાં 17, છત્તીસગઢમાં 10, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં 9-9, જમ્મુ-કાશ્મીરમાં 8 અને ઉત્તર પ્રદેશમાં 7 ધરપકડ થઇ છે. પંજાબમાં PMLA હેઠળ ત્રણ અને હરિયાણામાં બે લોકોની ધરપકડ થઇ છે. ગૃહ મંત્રાલયના ડેટા મુજબ 2020માં PMLA હેઠળ નોંધાયેલા કેસ 708 હતા, જે 2021માં 64 ટકા વધીને 1,166 કેસ થયા.










