• અરવિંદ કેજરીવાલ સામે ચાર્જશીટ દાખલ
  • ઇડીએ આપ પાર્ટીને બનાવી આરોપી
  • 1 જૂન સુધી છે વચગાળાના જામીન પર કેજરીવાલ

દિલ્હી લીકર પોલીસી સ્કેમ મામલે મની લોન્ડ્રિંગ કેસમાં ઇડીએ સીએમ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી બંને વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી છે. રાઉઝ એવન્યુ કોર્ટમાં 200 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી છે જેમાં ઇડીએ કેજરીવાલ અને આપ પાર્ટીને આરોપી બનાવ્યા છે. દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ પર શનિવારે બપોરે 2 વાગ્યે કોર્ટમાં સુનાવણી થશે. 

ઇડીએ કથિત આવક અંગે ચેટ શોધી

તપાસ એજન્સીએ 21 માર્ચે આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. તાજેતરમાં તેમને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા. ત્યારે હવે  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. ED દ્વારા દાખલ કરવામાં આવેલી આ આઠમી ચાર્જશીટ છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે દાખલ કરવામાં આવી છે. તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે જ્યારે કેજરીવાલે તેમના ફોન અને અન્ય ઉપકરણોના પાસવર્ડ આપવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે હવાલા ઓપરેટરોના ઉપકરણોમાંથી ચેટ મળી આવી હતી.


1 જૂન સુધી વચગાળાના જામીન પર

ત્યારે હવે કેજરીવાલ વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ થતા કેજરીવાલ અને પાર્ટીના અધિકારીઓની મુશ્કેલીઓ વધી શકે છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી લિકર પોલિસી કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના શરતી જામીન આપ્યા છે. જો કે તેઓ આ સમય દરમિયાન તેઓ સીએમ ઓફિસ અને દિલ્હી સચિવાલય જઈ શકશે નહીં. 2જી જૂને કેજરીવાલને હાજર થવા જણાવ્યું છે.  


સુપ્રીમ કોર્ટમાં નિર્ણય સુરક્ષિત

તો આ તરફ દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને EDના રિમાન્ડને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

  • Follow us on: