• ઉત્તર ભારતને જલ્દી મળશે ગરમીથી રાહત
  • કેરળમાં  ચોમાસાનું આગમન
  • પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની આગાહી

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં અગન વર્ષા થઇ રહી છે. હિટવેવને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આગ ઝરતી ગરમીથી પરેશાન થઇ ગયા છે. ત્યારે હવે વરસાદ ક્યારે આવશે તેની રાહ જોઇને બેઠા છે. તે વચ્ચે રાહતના સમાચાર એ મળ્યા છે કે કેરળમાં ચોમાસુ પ્રવેશ્યુ છે. હવામાન વિભાગે 31મેના રોજ કેરળમાં ચોમાસાના આગમનને લઇને આગાહી કરી હતી. પરંતુ એક દિવસ પહેલા જ કેરળમાં ચોમાસુ પ્રવેશ્યું છે. 

ચોમાસાનું વહેલુ આગમન 

[[$googlead]]

હવામાન વિભાગના જણાવ્યાનુસાર આ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 1 જૂનની આગાહીના બે દિવસ પહેલા એટલે કે આજે (30 મે) કેરળના દરિયાકાંઠે પહોંચ્યુ છે. જેેને પગલે કેરળમાં ભારે વરસાદ પડી શકે છે. જો કે હાલમાં પણ કેરળના વિવિધ ભાગોમાં વરસાદ શરૂ થઇ ગયો છે.  આ સાથે ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે.

[[$alsoread]]


આ રાજ્યોમાં ભારે વરસાદ થશે

IMDની તાજેતરની આગાહી અનુસાર 24 કલાક દરમિયાન કેરળ સહિત ઘણા પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ પડશે. જ્યારે લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, સિક્કિમ અને ઉત્તરપૂર્વમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

હળવા વરસાદની આગાહી

ઓડિશા, તમિલનાડુ, કર્ણાટકના ભાગો, છત્તીસગઢ અને ગોવામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પણ પડી શકે છે.

દિલ્હી-NCRમાં કેવું રહેશે હવામાન?

દિલ્હી-NCRમાં આજે ભારે પવન સાથે ગરમીનું મોજું ફરી વળશે. જોકે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે. ગત દિવસે હળવા વરસાદને કારણે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.


  • Follow us on: