- 2023માં વિદેશમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 13,18, 955 હતી
- ભારતનાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા પછી અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા અને જર્મની
- વિદેશોમાં કાર્યરત ઈન્ડિયન મિશન્સ તેમજ પોસ્ટ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓનો સતત સંપર્ક સાધવામાં આવે છે
ભારતનાં 13.35 લાખથી વધુ વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે. કેન્દ્રનાં વિદેશ મંત્રાલયનાં જણાવ્યા મુજબ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ભારતનાં વિદ્યાર્થીઓની પહેલી પસંદ કેનેડા છે અને તે પછી અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા અને જર્મનીનો સમાવેશ થાય છે.
વિદેશોમાં કાર્યરત ઈન્ડિયન મિશન્સ તેમજ પોસ્ટ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓનો સતત સંપર્ક સાધવામાં આવે છે અને તેમને ભારતીય મિશન્સ સાથે અથવા તો ગ્લોબલ રિશ્તા પોર્ટલ સાથે રજિસ્ટ્રેશન કરાવવા પ્રોત્સાહિત કરાય છે. જેઓ પહેલીવાર વિદેશ પ્રવાસ કરી રહ્યા છે તેવા










