• એએસઆઇએ સુરક્ષા દળો ઉપલબ્ધ કરાવવાની માગ કરી

  • હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ નામના સંગઠનની અરજી પર કોર્ટે આદેશ આપ્યો હતો
  • વર્ષ 1034માં રાજા ભોજે સંસ્કૃતના અભ્યાસ માટે તૈયાર કરાવી હતી

મધ્યપ્રદેશના ધાર સ્થિત ભોજશાળા મુદ્દે મધ્યપ્રદેશ હાઇકોર્ટની ઇન્દૌર બેંચના નિર્ણય બાદ ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એએસઆઇ)ની ટીમ શુક્રવારે ભોજશાળાનો સર્વે કરશે. હાઇકોર્ટની ઇન્દૌર બેન્ચે ગત સપ્તાહે જ આદેશ આપ્યો હતો કે ભોજશાળાનો એએસઆઇ દ્વારા સર્વે કરાવવામાં આવે. હિન્દુ સંગઠનોના અનુસાર ધાર સ્થિત કમાલ મૌલાના મસ્જિદ વાસ્તવમાં સરસ્વતી મંદિર ભોજશાળા છે, જેને વર્ષ 1034માં રાજા ભોજે સંસ્કૃતના અભ્યાસ માટે તૈયાર કરાવી હતી પરંતુ પાછળથી મુગલ હુમલાખોરોએ તેને તોડી નાખી હતી.

29 એપ્રિલ પહેલાં રિપોર્ટ સોંપવાનો છે

હાઇકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે ભોજશાળા પરિસરમાં કાર્બન ડેટિંગ વિધિથી એક વિસ્તૃત તપાસ કરાવવામાં આવવી જોઇએ, જેથી કરીને જમીનની ઉપર અને નીચે રહેલી સંરચના કેટલી જૂની છે તે અને તેની વય જાણી શકાય. કેસની આગામી સુનાવણી 29 એપ્રિલના રોજ થશે. સાથે જ એએસઆઇએ 29 એપ્રિલ પહેલાં પોતાનો રિપોર્ટ પણ કોર્ટને સોંપવાનો છે.

ભોજશાળાનો ઇતિહાસ શું છે? । પરમાર વંશના શાસક મહારાજ ભોજે 1034માં અહીં એક મહાવિદ્યાલયની સ્થાપના કરી હતી જે પાછળથી ભોજશાળા તરીકે પ્રખ્યાત થઇ હતી. ઇસ્વીસન 1305માં અલાઉદ્દીન ખિલજીએ ભોજશાળાને તોડી નાખી હતી. તે બાદ 1401માં દિલાવર ખાન ઘોરીએ ભોજશાળાના એક ભાગમાં મસ્જિદનું નિર્માણ કરાવી દીધું હતું. ત્યારપછી 1514 ઇસ્વીમાં મહમૂદ શાહ ખિલજીએ બીજા ભાગમાં પણ મસ્જિદનું નિર્માણ કરાવી દીધું હતું. 1875માં અહીં ખોદકામ કરાવાયું હતું. જેમાં સરસ્વતી માતાની એક પ્રતિમા નીકળી હતી.


  • Follow us on: