બીજેપી સાંસદન જનાર્દન મિશ્રા એકવાર ફરી પોતાના નિવેદનને લઇને ચર્ચામાં આવ્યા છે. એક એન્જિનિયર કોલેજના કાર્યક્રમમાં તેમણે સંબોધન દરમિયાન એવુ કહ્યું કે 60 વર્ષ પછી પતિ પત્નીના સંબંધઓ એટલી હદે મોબાઇલ પર કેન્દ્રિત થઇ જશે તે બાળકો પણ ઓનલાઇન પેદા થશે. સાંસદનું આવુ નિવેદન સાંભળીને હાજર વિદ્યાર્થીઓ પણ ચોંકી ગયા.
તો ઓનલાઇન બાળકો પેદા થશે ?
સાંસદે કાર્યક્રમમાં વધુમાં કહ્યું કે હું તમને આ અંગે વિચાર કરવા વિનંતી કરુ છું. લોકો કહે છે કે જ્યારે પતિ-પત્ની એક જ પથારીમાં સૂઈ જાય છે, ત્યારે એકનું મુખ દક્ષિણ તરફ અને બીજાનું મુખ ઉત્તર તરફ હોય છે. તેઓ મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહે છે. આ તમારા દ્વારા બનાવવામાં આવેલ એક ઉપકરણ છે જે પતિ-પત્ની એકબીજાની સામે મો રાખીને સુવાને બદલે એકબીજાથી વિપરીત દિશામાં મોઢુ કરીને સુવા મજબૂર કરી દીધા છે. તેમણે કહ્યું કે હું વિચારી રહ્યો હતો કે હવે લગ્ન પણ ઓનલાઇન થઇ રહ્યા છે. 50-60 વર્ષ બાદ બાળકો પણ ઓનલાઇન જન્મશે. ત્યારે તે બાળક સ્ટીલનું હશે કે માસ અને હાડકાના બનેલું હશે તે વિચાર કરવાની જરૂર છે.. આપણી માનવતા, આપણો પ્રેમ, સૌહાર્દ, સામાજિક એકતા અને એકત્રીકરણ યથાવત રહે અને આપણુ સામાજિક જીવન કોઇ પણ રીતે બન્યુ રહે.
આ નિવેદનોને કારણે રહ્યા હતા ચર્ચામાં
આવુ પહેલીવાર નથી જ્યારે જનાર્દન મિશ્રા પોતાના નિવેદનોથી ચર્ચામાં આવ્યા હોય, આ પહેલા પણ તેમણે ઘણા નિવેદનો આપ્યા છે જેનાથી ચર્ચામાં આવ્યા છે. સાંસદે IAS અધિકારીને જીવતા દાટી દેવાની ધમકી આપી હતી. જનાર્દન મિશ્રાએ અગાઉ રીવા કોર્પોરેશનના કમિશનર સભાજીત યાદવ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત સાસંદનો અન્ય એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં તેઓ કહેતા હતા કે સરપંચને મોંઘવારીનો ખર્તો જોડ઼ીને 15 લાખ સુધીનો ભ્રષ્ટાચાર કરવા દેવો જોઇએ.
''આ એક મોટો પડકાર''
સાંસદ જનાર્દન મિશ્રાએ કહ્યું કે આજકાલ યુગલો ફોન પર રોમેન્ટિક વાતો કરીને ખુશ થઈ જાય છે. લગ્નો પણ ઓનલાઈન થવા લાગ્યા છે. આવી સ્થિતિમાં બાળકોનો જન્મ પણ ઓનલાઈન થશે? . તેમણે કહ્યું કે સામાજિક મૂલ્યોનું રક્ષણ કરવું એ મોટી જવાબદારી છે. દેશના યુવાનોએ આને સંભાળવું પડશે. કૉલેજના વિદ્યાર્થી અને સંશોધક હોવાને કારણે, ઉપકરણો પર વધુ પડતી નિર્ભરતા તમારા માટે એક મોટો પડકાર છે. તમે આ મોટી સમસ્યામાંથી કેવી રીતે બહાર નીકળશો? ઉપરાંત, આપણે આમાંથી વધુ સારો રસ્તો કેવી રીતે શોધીશું?
રીવામાં યોજાયો હતો કાર્યક્રમ
મહત્વનું છે કે , શનિવારે રીવાની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં ડાયમંડ જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી રહી હતી. જેમાં રાજ્યના રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા સહિત ઉચ્ચ શિક્ષણ મંત્રી ઈન્દરસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. રીવાના સાંસદ જનાર્દન મિશ્રાને જ્યારે મંચ પર બોલવા માટે બોલાવવામાં આવ્યા ત્યારે તેમણે એવું જ્ઞાન આપ્યું કે કાર્યક્રમમાં હાજર પ્રોફેસરો અને વિદ્યાર્થીઓની સાથે સ્ટેજ પર હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.










