• મધ્ય પ્રદેશમાં સટોડિયાઓ સામે મોટી કાર્યવાહી
  • આંતરરાષ્ટ્રીય સ્તરની સટ્ટાબાજી ગેંગનો પર્દાફાશ
  • બે સ્થળો પર રેડ પાડીને કરોડો રૂપિયા કરાયા જપ્ત

ઉજ્જૈન પોલીસે મધ્યપ્રદેશના ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી કરીને આંતરારાષ્ટ્રીય સ્તરે સટ્ટાબાજી ગેંગનો પર્દાફાશ કર્યો છે. બાતમીદારની સૂચનાને ધ્યાને રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઉજ્જૈનના નીલગંગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સી 19 ડ્રીમ્સ કોલોની સિવાય ખારાકુઆ પોલીસ સ્ટેશન વિસ્તારના મુસદ્દીપુરા એમ બે જગ્યાએ પોલીસે કાર્યવાહી કરી હતી.

પોલીસને મળી હતી બાતમી

[[$googlead]]

મહત્વનું છે કે પોલીસને બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે T20 વર્લ્ડ કપ ક્રિકેટને લઈને મોટા પાયે સટ્ટો રમાઈ રહ્યો છે. પોલીસે પહેલા બંને જગ્યાએ રેકી કરી હતી અને પછી મોડી રાત્રે દરોડો પાડ્યો હતો.

[[$alsoread]]

મુખ્ય આરોપી હજુ ફરાર

ઉજ્જૈન પોલીસે એક ઘર પર દરોડા પાડીને 14 કરોડ 60 લાખ રૂપિયા રોકડા અને 7 કિલો ચાંદી અને 7 વિદેશી દેશોના ચલણ જપ્ત કર્યા છે. પોલીસે બુકીઓના બીજા ઠેકાણા પર દરોડો પાડી 9 લોકોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 10 થી વધુ મોબાઈલ અને 7 લેપટોપ જપ્ત કર્યા છે. મુખ્ય આરોપી પિયુષ ચોપરા હજુ પણ ફરાર હોવાનું આઇ.જી સંતોષ કુમારે જણાવ્યું હતું.

કરોડો રૂપિયા જોઇને પોલીસ પણ ચોંકી !

પોલીસના જણાવ્યા અનુસાર, આ ગેંગ ઈલેક્ટ્રોનિક ક્રિકેટ સટ્ટાબાજીનું નેટવર્ક ચલાવતી હતી. આ ગેંગમાં અન્ય કોણ કોણ સામેલ છે? કોણે મદદ કરી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. સટ્ટાબાજીની લાઇન આંતરરાષ્ટ્રીય સ્તર સુધી વિસ્તરેલી છે. હાઈટેક એપ્લીકેશન અને હાઈટેક ઉપકરણોનો પણ ઉપયોગ થતો હતો. પોલીસ પણ આટલી મોટી રકમ જોઇને ચોંકી ગઇ હતી.જપ્ત કરાયેલા 14 કરોડ 98 લાખ રૂપિયાની મોડી રાતથી સવાર સુધી મશીનો દ્વારા ગણતરી કરવામાં આવી હતી.


  • Follow us on: