• મુખ્તાર અંસારીને હાર્ટ સ્ટ્રોકની ફરિયાદ
  • અંસારીની હાલત અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું હતું
  • અગાઉ મંગળવારે પણ તબિયત બગડી હતી

ઉત્તર પ્રદેશના બાહુબલી પૂર્વ ધારાસભ્ય અને બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીની તબિયત બગડતાં તેમને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતો. બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અન્સારીનું મૃત્યુ થયું છે. મુખ્તારને જેલમાં હાર્ટ એટેક આવ્યા બાદ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમની હાલત નાજુક બન્યા બાદ તેમને પહેલાં ICU અને પછી CCUમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્તાર અંસારીના મોતના સમાચાર બાદ માઉ અને ગાઝીપુરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

[[$googlead]]

જેલમાં બેહોશ થયા બાદ મુખ્તાર અંસારીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 9 ડોકટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી હતી પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. આ પહેલાં મુખ્તાર અંસારીને રાત્રે લગભગ 9 વાગે હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ બેભાન થઈ ગયા હતા.

[[$alsoread]]


મેડીકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું 

મુખ્તાર અંસારીને ગુરુવારે સાંજે 8.25 કલાકે બાંદા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેડિકલ કોલેજ દ્વારા જારી કરાયેલા હેલ્થ બુલેટિન મુજબ મુખ્તારને ઉલ્ટીની ફરિયાદ હતી અને તે સંપૂર્ણપણે બેભાન હતો. ઘણા ડોકટરોની ટીમ તેને બચાવવા માટે સતત પ્રયાસ કરી રહી હતી, પરંતુ સફળતા મળી શકી ન હતી.

સુરક્ષા વધારવામાં આવી

જે પછી તેને તાત્કાલિક મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો. આ સમાચાર આવ્યા બાદ મુખ્તારનો પરિવાર ગાઝીપુરથી બાંદા માટે રવાના થઈ ગયો છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને બાંદા જેલની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

આ અંગેની માહિતી અનુસાર, બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીની તબિયત ફરી બગડી હતી. તેને જેલની બહાર એમ્બ્યુલન્સમાં મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે મુખ્તાર અંસારી બેરેકમાં અચાનક બેભાન થઈ ગયા હતા. મુખ્તાર અંસારીની હાલત મંગળવાર કરતાં આજે વધુ ખરાબ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને હાર્ટ એટેક આવ્યો છે.

અગાઉ પણ હોસ્પિટલમાં દાખલ થયા હતા

નોંધનીય છેકે, આ અગાઉ મંગળવારે પણ અંસારીને રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમને સ્ટૂલ સિસ્ટમની સમસ્યા હતી. તેમને 14 કલાક ICUમાં રાખીને સારવાર કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, મુખ્તારે કોર્ટમાં અરજી આપીને આરોપ લગાવ્યો હતો કે તેને જેલમાં સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું છે.

આ તરફ મુખ્તારના ભાઈ અને ગાઝીપુરના સાંસદ અફઝલ અન્સારીએ કહ્યું હતું કે તેમને મોહમ્મદાબાદ પોલીસ સ્ટેશનમાંથી એક સંદેશ મળ્યો હતો જેમાં તેમને કહેવામાં આવ્યું હતું કે મુખ્તારની તબિયત ખરાબ છે અને તેમને બાંદા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.

  • Follow us on: