• ગેંગસ્ટર કેસમાં માફિયા ડોન મુખ્તાર અંસારીને 10 વર્ષની જેલ
  • mp-mla કોર્ટે 5 લાખનો દંડ પણ ફટકાર્યો
  • સહયોગી સોનુ યાદવને 5 વર્ષની સજા

ગેંગસ્ટર કેસમાં માફિયા ડોન મુખ્તાર અંસારીને mp-mla કોર્ટે 10 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ઉપરાંત પર 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સાથે જ મુખ્તારના સહયોગી સોનુ યાદવને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે સોનુ પર 2 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. મહત્વનું છે કે અગાઉ અંસારીને ઉત્તર પ્રદેશ સ્થિતિ ગાઝીપુરમાં MP-MLA કોર્ટે મુખ્તારને દોષી ઠેરવ્યો હતો.

અમે હાઇકોર્ટમાં જઇશું- મુખ્તારના વકીલ

મહત્વનું છે કે mp-mlaકોર્ટના જજ અરવિંદ મિશ્રાની કોર્ટે ગઈકાલે જ અંસારીને ગેંગસ્ટર કેસમાં દોષિત જાહેર કર્યો હતો. આજે કોર્ટે સજાની જાહેરાત કરી છે. સજા અંગે મુખ્તારે નિરાશા સાથે કહ્યું કે સર (જજ), મારે આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી, હું 2005થી જેલમાં છું. મુખ્તારના વકીલ લિયાકતે કહ્યું કે આ કેસ મેન્ટેનેબલ નથી. અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું અને આશા છે કે અમને ન્યાય મળશે.

કપિલદેવની 14 વર્ષ પહેલા થઇ હતી હત્યા

14 વર્ષ પહેલા કપિલ દેવ સિંહની હત્યા કરી દેવામાં આવી હતી. કપિલ દેવ સિંહ ગાઝીપુરમાં કરંડા પોલીસ સ્ટેશન વિસ્તારના સુઆપુર ગામમાં રહેતા હતા. તેઓ વ્યવસાયે શિક્ષક હતા. 2009માં ગામમાં એક દબંગ વ્યક્તિના ઘરે પોલીસે જપ્તીની કાર્યવાહી કરી હતી. જપ્ત સામાનનું લિસ્ટ બનાવવા અને સામાન્ય સાક્ષીની જરૂર પડવા પર લોકોએ સેવા નિવૃત શિક્ષક કપિલ દેવ સિંહને બોલાવવાની સલાહ આપી હતી. પોલીસની વિનંતી પર કપિલ દેવ સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસને સહકાર આપ્યો. જેના કારણે દબંગ વ્યક્તિના પરિવારજનો ગુસ્સે થયા હતા. દબંગ પરિવારને લાગ્યું કે કપિલ દેવ સિંહની પોલીસ સાથે મિલીભગત છે અને તેણે જ તેમના વિશે માહિતી આપી હતી. આ પછી એક ષડયંત્રના ભાગરૂપે કપિલ દેવની હત્યા કરી નાખવામાં આવી હતી. આ ઘટના સમયે માફિયા મુખ્તાર અંસારી જેલમાં બંધ હતો અને તેની ગેંગ સક્રિય હતી.

2010માં નોંધાયો હતો કેસ

2009માં જ મુહમ્મદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના મીર હસને મુખ્તાર અંસારી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરાવ્યો હતો. આ હત્યાકાંડમાં શરૂઆતની FIRમાં મુખ્તાર અંસારીનું નામ સામેલ નહોતું. બાદમાં તપાસ અધિકારીએ ચાર્જશીટમાં મુખ્તાર અંસારીનું નામ જોડી લીધુ હતુ. ત્યારબાદ કપિલ દેવ સિંહ હત્યાકાંડ અને મીર હસનના મામલે 2010માં ગેંગસ્ટર એક્ટ હેઠળ મુખ્તાર અંસારી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. મુખ્તાર અંસારી કપિલ દેવ સિંહ હત્યાકાંડના મૂળ મામલે પહેલા જ મુક્ત થઈ ચૂક્યો છે. ગેંગસ્ટર એક્ટ હેઠળ ચાલી રહેલા મામલે આજે કોર્ટે તેને દોષી જાહેર કર્યો હતો.


  • Follow us on: