મુંબઈના છત્રપતિ શિવજી મહારાજ ઈંટરનેશનલ એરપોર્ટ ઉપર કસ્ટમ અધિકારીઓએ થાઈલેન્ડથી આવેલા યાત્રીનું ચેકિંગ કર્યું અને ચોંકી ઉઠયા હતા. તેની પાસેથી 47 પ્રકારના ઝેરીલા સાપ મળી આવ્યા હતા. તેને પકડીને તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે.
સામાન્ય સંજોગોમાં યાત્રિકો પાસેથી કિમતી વસ્તુઓ મળતી હોય છે. પરંતુ થાઈલેન્ડથી મુંબઈ આવેલા એક મુસાફર પાસેથી 47 ઝેરીલા સાપ મળ્યા હતા. પાંચ કાચબા પણ પકડ્યા હતા.
વન્ય કાયદા મુજબ પરત મોકલાયા
એક તબક્કે સુરક્ષા સ્ટાફ પણ ડરી ગયો હતો. વન્યજીવ પર્યાવરણ એક્ટ હેઠળ આ સાપો અને કાચબાઓને તેના દેશ મોકલાવી દીધા હતા. ત્યારબાદ પ્રવાસી સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
ક્યાંથી આ સાપ અને કાચબા લવાયા તેનો કોઈ ફોડ નહીં
સંરક્ષિત પ્રજાતિઓ ભારતમાં અલગ અલગ રીતે પ્રતિબંધિત છે. થાઈલેન્ડના યાત્રીની મળેલી બેગમાંથી કાચબાઓમાં 3 સ્પાઇડર ટેલ્ડ હોન્ડ વાઈપર, 5 એશિયન લીફ ટર્ટલ અને 44 ઇન્ડોનેશિયન પીટ વાઈપર જાતના હોવાનું માલૂમ પડ્યું હતું. કસ્ટમના અધિકારીઓએ આવા સાપ અને કાચબાની તસવીરો પણ જાહેર કરી હતી. આ પ્રજાતિના સાપ અને કાચબા ક્યાંથી લાવવામાં આવ્યા હતા એ અંગે અધિકારીઓએ કોઈ ફોડ પડ્યો ન હતો.

  • Follow us on: