- સુગર કોસ્મેટિક્સના સીઈઓએ પાણીપૂરીની કિંમતની તસવીર શેર કરી
- પોસ્ટ વાઇરલ થયા બાદ યૂઝર્સે જાત જાતની કોમેન્ટ્સ આપી
- એક પ્લેટમાં 8 પાણીપૂરીના હિસાબે તમને એક પાણીપૂરી 42 રૂપિયામાં પડે
પાણીપૂરી સમગ્ર દેશમાં અલગ-અલગ નામે વેચાતી હોવા છતાં ખૂબ જ લોકપ્રિય છે અને મોટી-મોટી રેસ્ટોરાથી માંડીને એરપોર્ટ્સ પર પણ તે મળે છે. સામાન્ય રીતે દુકાનોમાં પાણીપૂરીની એક પ્લેટ 20-30 રૂપિયામાં મળી જાય છે જેમાં 6-8 પાણીપૂરી હોય છે પરંતુ મુંબઇ એરપોર્ટ પર પાણીપૂરી ખાવા માટે તમારે તગડી રકમ ખર્ચવી પડી શકે છે. અહીં વેચાતી પાણીપૂરી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. પરંતુ પોતાના સ્વાદને કારણે નહીં પરંતુ તે પોતાની કિંમતને કારણે ચર્ચામાં છે. મુંબઇ એરપોર્ટ પર એક પ્લેટ પાનીપૂરી 333 રૂપિયામાં વેચાઈ રહી છે.
ભારતીય સ્ટાર્ટઅપ સુગર કોસ્મેટિક્સના કો-ફાઉન્ડર કૌશિક મુખરજીએે પોતાના એક્સ એકાઉન્ટ પર પાણીપૂરીની દુકાનનો એક ફોટો શેર કર્યો હતો જેમાં કિંમત સ્પષ્ટ રીતે દેખાય છે અને તેણે નેટિઝન્સનું ઘ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. તેમણે શેર કરેલી તસવીરમાં જોવા મળે છે કે મુંબઇ એરપોર્ટ પર એક ચાટ સ્ટોલ પર પાણીપૂરીની પ્લેટ માટે તમારે 333 રૂપિયા ખર્ચવા પડશે. એક પ્લેટમાં 8 પાણીપૂરીના હિસાબે તમને એક પાણીપૂરી 42 રૂપિયામાં પડે છે.










